શુચિબહેને હઠ કરી તેથી તેના પપ્પાએ બગીચામાં નાના નાના કેટલાય ફૂલછોડ વાવ્યા. ગુલછડી વાવી, ગુલદાબરી વાવી, મધુમાલતી વાવી, જૂઈવાવી, ચમેલીવાવી, મોગરો વાવ્યો, ગુલાબ વાવ્યો. બપોર થઈ. છોડવાઓ શું કરે છે એ જોવા શુચિબહેન બગીચામાં ગયાં તો
ગુલછડી બોલી, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
ગુલદાબરી બોલી, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
મધુમાલતી બોલી, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
જૂઈ-ચમેલી બોલ્યાં, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
મોગરો-ગુલાબ બોલ્યાં, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
શુચિબહેને જોયું કે પાંદડાં કરમાઈ ગયાં જેવાં થઈ ગયાં’તાં તેમણે પપ્પાને જઈને કહ્યું એટલે શુચિબહેનના પપ્પાએ વંડી ઉપર ખીલીઓ મારીને એક દોરી બાંધી. તેની ઉપર એક મોટી લીલા રંગની નેટ ક્લિપ વડે ટાંગી અને તેના બીજા છેડાઓને દોરી બાંધીને બારીના સળિયા જોડે બાંધ્યા. બસ, છાંયડો થઈ ગયો.
ગુલછડી બોલી, “હા....શ, સારું કર્યું, સારું કર્યું.”
ગુલદાબરી બોલી, “હા....શ, સારું કર્યું, સારું કર્યું.”
મધુમાલતી બોલી, “હા....શ, સારું કર્યું, સારું કર્યું.”
જૂઈ-ચમેલી બોલ્યાં, “હા....શ, સારું કર્યું, સારું કર્યું.”
મોગરો-ગુલાબ બોલ્યા, “હા....શ, સારું કર્યું, સારું કર્યું.”
પછી તો બપોરે શુચિબહેન સૂઈ ગયાં. ત્રણેક વાગ્યા હશે અને આકાશમાં કાળી વાદળીઓ ચડી આવી ઘડીકમાં તો અંધારું થઈ ગયું અને ઠંડી ફેલાઈ ગઈ અને વાદળીઓ મંડી વરસવા.
ગુલછડી બોલી, “એ શુચિબહેન જાગો, અમારે પલળવું છે.”
ગુલદાબરી બોલી, “એ શુચિબહેન જાગો, અમારે પલળવું છે.”
મધુમાલતી બોલી, “એ શુચિબહેન જાગો, અમારે પલળવું છે.”
જૂઈ-ચમેલી બોલ્યાં, “એ શુચિબહેન જાગો, અમારે પલળવું છે.”
મોગરો-ગુલાબ બોલ્યા, “એ શુચિબહેન જાગો, અમારે પલળવું છે.”
શુચિબહેન તો ફડાક કરતાં ઊભાં થયાં. બગીચામાં ગયાં અને મંડ્યા નેટ ઉપાડવા. નેટની ક્લિપો કાઢતાં કાઢતાં દોરી છોડતાં છોડતાં બીચારાં આખાં ને આખાં પલળી ગયાં. પણ ભારે થઈ હોં ! જેવો પદડો હટાવી લીધો કે તરત વાદળીઓએ વરસવાનું બંધ કર્યું. લ્યો ! ગુલછડી- ગુલદાબરી- મધુમાલતી- જૂઈ- ચમેલી- ગુલાબ- મોગરો કે જેમને પલળવું હતું તે કોરાં જ રહી ગયાં અને શુચિબહેન પલળી ગયાં. ઝાપટાએ તો ભારે કરી. પણ પછી તડકાએ ભારે કરી. કેવી રીતે ખબર છે ? પાછો તડકો પડયો અને ફરીથી ગુલછડી બોલી, “તડકો લાગે છે, તડકો લાગે છે.”

મોગરો-ગુલાબ બોલ્યા, “તડકો લાગે છે, તડકો લાગે છે.”
ફરીથી શુચિબહેનના પપ્પાએ ક્લિપ અને દોરીની મદદથી છોડવાઓને માથે નેટનો પદડો ટાંગ્યો. અને પછી થોડી રીસથી અને કંટાળાથી બબડયા, “લાડકા અને ચાગલા ”
શુચિએ પૂછયું, “કોણ ? પપ્પા, કોણ લાડકા અને ચાગલા છે ?” પપ્પા: “એ.... આ તારા છોડવા.”
ડૉ. રક્ષાબહેન પ્ર. દવે