(1) હિંમત
તમે પાણીમાં પડી ગયા છો, પણ એ વિશાળ જળરાશિ તમને ગભરાવી મૂકતો નથી. તમે હાથ પગ હલાવવા મંડી પડો છો, અને તમારા મનમાં ને મનમાં તમને તરવાનું શીખવનાર શિક્ષકનો આભાર માનો છો, તમે મોજાં સાથે બાથ ભીડો છો. તમે બચી જાઓ છો, અને એમ તમે એક બહાદુરીનું કામ કરો છો.તમે ઊંઘી ગયા છો. ‘આગ, આગ !’ એક બૂમ સંભળાય છે. તમે જાગી પડો છો, પથારીમાંથી કૂદી પડો છો. આગની લાલ લાલ ઝાળો દેખાય છે. તમે ભયભીત નથી થતા. આગના ભડકા, તણખા, ધુમાડો એ બધું વીંધતા વીંધતા તમે નાસી નીકળો છો, તમારી જાતને બચાવી લો છો, એ પણ એક હિંમતભર્યું કામ છે.
થોડા વખત પહેલાં ઈંગ્લેન્ડમાં હું એક બાળકોની શાળા જોવા ગઈ હતી. શાળાનાં બાળકો ત્રણ અને સાતની ઉંમર વચ્ચેનાં હતા. છોકરા હતા, છોકરીઓ હતી. કોઈ ગૂંથતાં હતાં, કોઈ ચિત્ર કરતાં હતાં, કોઈ વાર્તા સાંભળતાં હતાં તો કોઈ ગાતાં હતાં.
શિક્ષકે મને કહ્યું,‘ અમે હવે આગની ખબર આપીશું. આગ લાગેલી તો નથી જ, પણ બાળકોને એમ શીખવવામાં આવ્યું છે કે, ભયની ઘંટડી વગાડવામાં આવે કે તરત બધાંએ ઊભા થઈ જવું અને એકદમ બહાર ચાલ્યા જવું.’
પછી શિક્ષકે એક સિસોટી વગાડી. સિસોટીનો અવાજ સાંભળતાં જ બાળકોએ પોતાનાં પુસ્તકો નીચે મૂકી દીધાં, પોતાની પેન્સિલો, સોય-દોરા, બધું નીચે મૂકી દીધું અને ઊભા થઈ ગયાં. બીજીવાર સિસોટી વાગતાં, સૌ બાળકો એક પછી એક હારબંધ બહાર ખુલ્લામાં ચાલ્યાં ગયાં. થોડીક જ મિનિટોમાં વર્ગ ખાલી થઈ ગયો. એ નાનાં બાળકો આગના ડરની સામે થવાનુ અને બહાદુર બનવાનું શીખ્યાં હતાં.
કહો, તમે તરવા લાગી ગયા હતા તે કોના રક્ષણ માટે હતું ? તમે આગના ભડકામાંથી બહાર ધસી ગયાં હતા તે કોના રક્ષણ માટે હતું ? તમારા પોતાના. પેલાં બાળકોએ આગની બીક સામે લડાઈ કરી હતી તે કોના રક્ષણ માટે હતું ? તેમના પોતાના, આ દરેક બનાવમાં જે હિંમત બતાવવામાં આવી છે તે પોતાની જાતના જીવનની સંભાળ રાખવી, પોતાના જીવનનું રક્ષણ કરવાને બહાદુરી બતાવવી એ બરાબર જ છે. પણ આના કરતાં પણ એક વિશેષ મોટા પ્રકારની હિંમત છે. એ હિંમત તે બીજાઓના રક્ષણ માટેની હિંમત છે.
(2)
તમે જો થોડોક વિચાર કરશો તો તમને પણ આ પ્રકારના બીજાં પરાક્રમો તમે જોયાં હશે તે યાદ આવશે. તમે જરૂર એવું કોઈ માણસ, કોઈ સ્ત્રી કે બાળક જોયું હશે કે જેને કોઈ બીજાએ આવીને, તેની બૂમ સાંભળીને બચાવી લીધું હશે. આવી જ રીતે તમે ઈતિહાસનાં પુસ્તકોમાં તેમજ વર્તમાનપત્રોમાં પણ આવાં જ બહાદુરીનાં કામો વાંચ્યાં હશે.
તમે સાંભળ્યું હશે કે આગ લાગે ત્યારે કેવી રીતે આગખાતાના માણસો આવીને ઘરમાંનાં લોકોને આગમાંથી બચાવી લે છે. લોકો ખાણમાં કામ કરતા હોય છે ત્યારે એકાએક ખાણમાં પાણીનું પૂર આવે છે, આગ ફાટી નીકળે છે, અને તેવે વખતે એ કામ કરનારાઓના સાથીઓ તેમની મદદ માટે નીચે ખાણમાં ઊંડે-ઊંડે પહોંચી જાય છે. વળી, ધરતીકંપ થાય છે ત્યારે મકાનો હાલી ઊઠે છે, દીવાલો ડોલી ઊઠે છે. પડું-પડું થઈ જાય છે, અને તેવે વખતે લોકો સાહસ કરીને એવે સ્થળે અંદર પહોંચી જાય છે, અંદર સપડાઈ રહેલાં નિર્બળ માણસોને બહાર ઊંચકી લાવે છે. એ બિચારાંને બચાવવા જો કોઈ આવ્યું ન હોત તો એમના નસીબમાં તો મકાનના કાટમાળ હેઠળ જ દટાઈ જવાનું રહેત. આવી બધી હિંમતની વાતો ઉપરાંત તમે એ પણ સાંભળ્યું હશે કે, લોકો પોતાનાં ગામના તેમજ દેશના રક્ષણ માટે શત્રુ સામે લડવાને કેવા નીકળી પડે છે, ભૂખ તરસ રહે છે, લડાઈમાં ઘા ઝીલે છે, અને મૃત્યુને પણ વરે છે.
આ રીતે આપણે બે પ્રકારની હિંમત જોઈ, એક તો પોતાની જાતને માટે કરેલી હિંમત, અને બીજી અન્યને સહાય કરવા માટેની હિંમત.
(4)
હું તમને હવે વીર વિભીષણની વાર્તા કહીશ. તેણે પણ એક ભયનો સામનો કર્યો હતો. પણ એ ભય તો મૃત્યુના ભય કરતાં પણ મોટો ભય હતો. એ હતો એક રાજાનો ક્રોધ. એણે રાજાના ક્રોધની સામે બાથ ભીડી હતી, અને રાજાને તેણે એવી ઉત્તમ શિખામણ આપી હતી કે જે આપવા કોઈની હિંમત ચાલી ન હતી.
મહારાક્ષસ રાવણ લંકાનો રાજા હતો. તેને દશ મસ્તક હતાં. તે સીતાને તેના પતિ પાસેથી અપહરણ કરીને પોતાના રથમાં ઉપાડીને લંકાદ્વીપમાં પોતાના મહેલમાં લઈ આવ્યો હતો.
સીતાને તેણે એક ભવ્ય રાજમહેલમાં રાખી. એ મહેલની આસપાસ એક ઘણો સુંદર બગીચો હતો, પરંતુ સીતાને તેમાં કશું સુખ ન હતું. એ તો રોજ રોજ આંસુ સારતી હતી. એને એ પણ ખબર ન હતી કે પોતાના રામ હવે તેને ફરી જોવા મળશે કે નહિ.
વાનરોના રાજા હનુમાન પાસેથી રામને ખબર મળ્યા કે પોતાની પત્ની સીતાને કઈ જગાએ કેદમાં રાખવામાં આવી છે. રામ પોતાના ભાઈ વીર લક્ષ્મણ અને એક મોટી સેનાને લઈને સીતાને છોડાવવા માટે નીકળી પડ્યા.
રાવણે જ્યારે સાંભળ્યું કે રામ આવ્યા છે, ત્યારે ભયથી કાંપી ઊઠ્યો.
તે પછી તેના સલાહકારોએ તેને બે પ્રકારની સલાહ આપી. તેના ખુશામતખોર દરબારીઓ તેના સિંહાસનની આસપાસ ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા, ‘મહારાજ, ગભરાશો નહિ. બધું સારું થઈ જશે. આપે તો દેવો અને દાનવોને જીત્યા છે. તો પછી આ રામને જીતવામાં, રામના સાથીઓને જીતવામાં, હનુમાનનાં આ વાંદરાઓને જીતવામાં આપને કશી મુશ્કેલી નહિ પડે.’
અને એમ શોરબકોર કરી બોલી ગયેલા સલાહકારો રાવણ પાસેથી વિદાય લઈ ચાલ્યા ગયા ત્યારે રાવણનો ભાઈ વિભીષણ રાવણ પાસે આવ્યો. આવીને તેણે ઢીંચણે પડીને નમસ્કાર કર્યા, રાવણના પગ પર ચૂમી લીધી અને પછી ઊભા થઈને રાવણના સિંહાસનની જમણી બાજુએ જઈને બેઠો, અને પછી તેણે કહેવા માંડ્યું, ‘ભાઈ, તમારે જો સુખમાં જીવવું હોય, લંકાના આ સુંદર દ્વીપનું સિંહાસન જો તમારે અખંડ જાળવવું હોય તો સુંદરી સીતાને તમે પાછી મોકલી આપો. કારણ એ તો પરસ્ત્રી છે. રામ પાસે જાઓ અને તેમની ક્ષમા માગો. રામ તમને પાછા નહિ કાઢે, તમારા તરફથી મોં નહિ ફેરવી લે. તમે અભિમાનમાં ન રહેશો, અવિચારી ન થશો.’
ત્યાં ઊભો ઊભો માલ્યવાન નામનો એક શાણો પુરુષ પણ આ વાર્તાલાપ સાંભળતો હતો. વિભીષણનાં વચન સાંભળી તેને ઘણો સંતોષ થયો, અને રાક્ષસરાજા રાવણને તેને ખૂબ વિનંતીપૂર્વક કહ્યું, ‘હે રાજા, તમારા ભાઈએ સત્ય વાત જ કહી છે. તેમનું કહેવું તમે બરાબર ધ્યાનમાં લો.’
એ સાંભળી રાવણે જવાબ આપ્યો, ‘તમારા બંનેની બુદ્ધિ દુષ્ટ થઈ ગયેલી છે. તમે મારા શત્રુઓનો પક્ષ લઈ વાતો કરો છો.’
અને રાવણનાં દશ મસ્તકની આંખો એવી તો ક્રોધથી ચમકવા લાગી કે માલ્યવાન તો એકદમ ડરી ગયો અને ત્યાંથી તરત જ ચાલ્યો ગયો, પરંતુ વિભીષણ તો ત્યાં જ ઊભો રહ્યો. એને કશો ડર ન હતો. એના આત્મામાં હિંમત હતી.
અને તેણે રાવણને કહ્યું, ‘મહારાજ, દરેક માણસના હૃદયની અંદર જ્ઞાન અને અજ્ઞાન, ડહાપણ અને મૂઢતા હોય છે. માણસના હૃદયમાં જે ડહાપણ હોય છે તેનાથી એનું જીવન સુખી થઈ જાય છે. એનામાં જો અજ્ઞાન અને મૂઢતા હોય છે તો તેનું જીવન નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. મને લાગે છે કે તમારા હૃદયમાં, હે ભાઈ, મૂઢતાએ વાસ કર્યો છે, કારણ કે તમને જે ખોટી સલાહ આપનારા છે તેમનું જ તમે સાંભળો છો. પણ એ તમારા સાચા મિત્રો નથી.’
આમ કહી તે અટક્યો અને રાવણના પગ પર તેણે ફરીથી ચૂમી લીધી. પણ રાવણ તેના પર તડૂકી ઊઠ્યો, ‘હઠ દુષ્ટ! તું પણ મારો શત્રુ જ છે. જા, મારે તારી આ અર્થહીન વાતો નથી સાંભળવી. આ બધી વાતો પેલા જંગલમાં રહેતા સાધુ-સંન્યાસીને કહે. પણ જેણે પોતાના સર્વ શત્રુઓને રણમાં હરાવી વિજય મેળવ્યો છે તેને આ સંભળાવવાની જરૂર નથી.’
અને એમ કહી તેણે પોતાના વીર ભ્રાતાને-વિભીષણને એક લાત મારી દીધી. વિભીષણના મનમાં બહું જ દુઃખ થયું. તે બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો અને રાજાનો મહેલ છોડી ચાલ્યો ગયો.
વિભીષણને કોઈ પ્રકારનો ડર નહોતો, તેમણે રાવણને ખુલ્લા મનથી બધી વાત કહી દીધી. પણ એ દશ મસ્તકના રાજા રાવણને તેની વાત સાંભળવાની ઈચ્છા ન હતી એટલે તેણે હવે એને ત્યાં રહેવાનો કશો અર્થ ન હતો.
વિભીષણે આ જે કર્યું તે એક શારીરિક હિંમતનું કામ હતું, કેમ કે તેના ભાઈએ તેના શરીરને લાત મારી તો પણ તેથી તે લેશ પણ ડર્યો ન હતો. પણ વિભીષણે જે કર્યું તેની પાછળ માનસિક હિંમત પણ હતી, કારણ કે તેના જેવા જ શરીરે જોરાવર એવા બીજા દરબારીઓમાં રાવણને જ વાત કહેવાની હિંમત ન હતી તે વાત તેણે રાવણને કહી હતી. આ જે મનની હિંમત છે તેને નૈતિક હિંમત કહેવામાં આવે છે.
(5)
આવી જ હિંમત હજરત મૂસાએ બતાવી હતી. તે ઈઝરાઈલના નેતા હતા અને તે વખતે જુલમનો ભોગ થઈ રહેલા યહૂદી લોકોને મુક્ત કરવા માટે તેમણે ઈજિપ્તના રાજા ફારાઓ પાસે જઈને માગણી કરી હતી.
આવી જ હિંમત મહમ્મદ પયગંબરમાં હતી. અરબસ્તાનના લોકોને તેમણે ધર્મ વિષેના પોતાના વિચારોનો ઉપદેશ કરેલો, અને તે લોકોએ તેમને એ માટે મારી નાખવાની ધમકી આપેલી તો પણ તેમણે પોતાનો ઉપદેશ બંધ કરવાની ના પાડી દીધેલી.
આવી જ હિંમત ભગવાન બૂદ્ધે પણ બતાવી હતી. હિંદના નિવાસીઓને તેમણે એક નવીન અને ઉમદા માર્ગનું દર્શન કરાવેલું. બોધિવૃક્ષ હેઠળ તેઓ તપ કરતા હતા, ત્યારે અનેક દુષ્ટ પ્રેતોએ તેમના ઉપર હુમલા કરેલા પણ તેથી તે લેશ પણ ડર્યા ન હતા.
આવી જ હિંમત જિસસ ક્રાઈસ્ટે પણ બતાવી હતી. તેમણે લોકોને ઉપદેશ આપેલો કે, ‘તમે સર્વ કોઈ એકબીજા ઉપર પ્રેમભાવ રાખો.’ જેરૂસલેમના પંડિતોએ તેમને મનાઈ ફરમાવેલી કે, તમારે ઉપદેશ ન કરવો, અને રોમના લોકોએ તેમને ક્રૉસ ઉપર ચડાવી તેમનો પ્રાણ લીધેલો, તો પણ ક્રાઈસ્ટે એ બેમાંથી એકેનો ડર રાખ્યો ન હતો.
આ પ્રમાણે આપણે ત્રણ પ્રકારની, ત્રણ કક્ષાની હિંમત જોઈ.
પહેલા પ્રકારની હિંમત તે પોતાના હિત માટે રખાતી શારીરિક સ્થૂલ હિંમત છે.
બીજા પ્રકારની હિંમત તે દુઃખમાં આવી પડેલા પોતાનાં સગાંસ્નેહીઓ માટે, પોતાના મિત્રો માટે, પાડોશી માટે, પોતાના ભયમાં આવી પડેલા દેશને માટે બતાવવાની હિંમત છે.
ત્રીજા પ્રકારની હિંમત તે નૈતિક હિંમત છે. એ હિંમતના બળે તમે અન્યાય કરનારનો સામનો કરી શકો છો, ભલે પછી તેનામાં ગમે તેટલી શક્તિ હોય, અને એ અન્યાયીને તમે સત્ય અને પ્રામાણિકતાનો અવાજ સંભળાવી શકો છો.
(6)
એકવાર અલમોડાનાં રાજાના પહાડી પ્રદેશ ઉપર શત્રુઓ ચડી આવ્યા. શત્રુઓને મારી હઠાવવા માટે રાજાએ માણસોને લશ્કરમાં ભરતી કરી તેમની એક ટુકડી બનાવી અને એ ટુકડીના દરેક સિપાઈને એક સુંદર તલવાર આપી. અને પછી હુકમ કર્યોઃ
‘ આગે કૂચ ! ’
એ હુકમ સાંભળતાં વેંત જ એ સિપાઈઓએ પોતાની તલવારો દમામપૂર્વક મ્યાનમાંથી ખેંચી કાઢી, હવામાં વીંઝી અને એક બૂમ લગાવી.
‘આ બધું શું ? ’ રાજાએ પૂછ્યું.
‘મહારાજ ! સૈનિકો બોલી ઊઠ્યા, ‘અમે હંમેશાં એવા તો સજ્જ રહેવા માગીએ છીએ કે શત્રુ કદી પણ અચાનક હુમલો ન કરી બેસે.’
રાજાએ તેમને કહ્યું,‘તમે લોકો મારે કશા કામ આવવાના નથી. તમે બધા દુર્બળ છો, ઉશ્કેરાઈ જનાર છો. જાઓ, તમારે ઘેર ચાલ્યા જાઓ.’
તમે જોયું હશે કે સિપાઈઓએ તલવારો ખેંચી તથા મોટો અવાજ કર્યો. તેથી રાજા પર કશી જ છાપ પડી ન હતી. રાજાને ખબર હતી કે સાચી બહાદુરીને ખાંડાં ખખડાવાની કે ઢોલ પીટવાની કશી જરૂર રહેતી નથી.
(7)
આના કરતાં હવે એક ઊલટી જ રીતની નીચેની વાર્તા જુઓ. તમે જોશો કે એમાં સમુદ્રમાં તોફાનમાં સપડાયેલા લોકોએ કેવો તો શાંતિભર્યો વર્તાવ રાખ્યો હતો અને મૃત્યુ એમની આંખો સામે આવીને ઊભું હતું તો પણ કેવા તો બહાદુર રહ્યા હતા.
૧૯૧૦ના માર્ચ મહિનાના અંતમાં સ્કૉટલેન્ડનું એક જહાજ ઉતારુઓને લઈને ઓસ્ટ્રેલિયામાંથી કેપ ઓવ ગુડ હોપ ભણી જઈ રહ્યું હતું. આકાશમાં એક પણ વાદળ ન હતું. સમુદ્ર શાંત, ચોખ્ખા, નીલા રંગનો હતો.
એટલામાં જહાજ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારાથી ૬ માઈલીની દૂરી પર જ એકાએક એક ખડક સાથે અથડાઈ પડ્યું. તરત જ વહાણના તમામ માણસો કામે લાગી ગયા. દરેક જણ ઝડપથી કામ કરવા લાગ્યું. ભૂંગળાં વાગવા લાગ્યાં, પરંતુ આ બધાને લીધે વહાણ પર જે અવાજો થવા લાગ્યા તેમાં કશી ગભરામણ ન હતી, કશી અવ્યવસ્થા ન હતી.
એક હુકમ ગાજી ઊઠ્યોઃ
‘હોડીઓ ઉતારો,’
ઉતારૂઓ પોતાના બચાવપટા પહેરવા મંડ્યા.
એક આંધળા માણસને તેનો નોકર દોરતો-દોરતો તૂતક ઉપરથી લઇ જવા લાગ્યો. હરેક જણે તેને જવા માટે રસ્તો કરી આપ્યો. તે અશક્ત હતો અને સૌ કોઇના દિલમાં થયું કે એને પહેલો બચાવી લેવામાં આવે.
થોડીક જ વારમાં વહાણ તદ્દન ખાલી થઇ ગયું, અને જોત-જોતાંમાં જ તે ડૂબી ગયું.
એક હોડીની અંદરથી એક બાઇએ ગીત ઉપાડ્યું દરિયાનાં મોજાંનો અવાજ એ બાઇના અવાજને આમ તો ઢાંકી દેતો હતો. તોયે તમામ હોડીઓના માણસોને તે ગીતનું ધ્રુવપદ પહોંચી ગયું. તે ગીતના સ્વરોએ હરેક હલેસાં મારનારના હાથમાં બળ પૂરી આપ્યું. ગીત ગવાતું હતું.
‘ચલો કિનારે, ચલો કિનારે, દોસ્તો !
‘ ચલો કિનારે, ચલો કિનારે ......’
અને એ રીતે એ ભાંગેલા વહાણના ઉતારૂઓ કિનારાની નજીક પહોંચ્યા અને ત્યાંના બહાદુર માછીમારોએ તેમને બચાવી લીધા. એક પણ જાનને હાનિ ન પહોંચી, અને એ રીતે ચારસો ને પચાસ માણસ પોતાના સ્થિર મગજને લીધે જીવ બચાવી શક્યા.
(8)
આવી શાંત હિંમતની એક બીજી વાર્તા પણ તમને કહીશ. આ શાંત હિંમતવાળા માણસો એવા હોય છે કે, પોતાને વિશે તે કશો શોરબકોર કરતા નથી, કશી ધાંધલ કરતા નથી, અને કેળવ ગુપચુપ રહી તે ઉત્તમ અને ઉપયોગી કાર્યો કરતા રહે છે.
ભારતમાં એક જગ્યાએ એક પાંચસોએક ઘરનું ગામ હતું. ગામની પાસે થઇને એક ઊંડી નદી વહેતી હતી. એ ગામડાના રહેવાસીઓને કાને હજી ભગવાન બુદ્ધના શબ્દો પડ્યા ન હતા. એટલે ભગવાને નક્કી કર્યું કે એ ગામમાં જવું અને ગામલોકોને ધર્મનો માર્ગ સમજાવવો.
ભગવાન બુદ્ધ આવીને નદીને કિનારે આવેલા એક વિશાળ ઝાડ હેઠળ બેઠા. ઝાડની ડાળીઓ નદીની ઉપર ઝૂકી રહી હતી. ગામના લોકો આવીને સામે કિનારે ભેગા થયા. એટલે ભગવાન બુદ્ધે પોતાનો અવાજ મોટો કરીને ગ્રામલોકને પ્રેમ અને પવિત્રતાનો પાઠ સમજાવ્યો, અને એમના શબ્દો, જાણે કોઇ ચમત્કારીક રીતે, નદીનાં વહેતાં પાણી ઉપર થઇને સામે કિનારે પહોંચી ગયા. પણ એ ગામના લોકો બુદ્ધ જે કહેતા હતા તે માનવાને તૈયાર ન થાય, અને બુદ્ધની સામે એક છણભણાટ શરૂ થયો.
એ બધા લોકોમાં માત્ર એક જ માણસને ભગવાન પાસે વધુ જ્ઞાન સાંભળવાની ઇચ્છા થઇ અને તેમની પાસે જવાનું મન થયું.
પણ નદી ઓળંગવી કેવી રીતે ? ત્યાં કોઇ પૂલ નહોતો, કે હોડી પણ ન હતી, અને દંતકથા કહે છે કે, એટલે પછી એ માણસ કોઇ જબ્બર હિંમત કરીને પગે ચાલતાં-ચાલતાં જ નદીનાં ઊંડા પાણી ઓળંગવા નીકળી પડ્યો અને સામેપાર ભગવાન પાસે પહોંચી ગયો. ભગવાનને તેણે પછી નમસ્કાર કર્યા અને ખૂબ આનંદપૂર્વક ભગવાનની વાણી સાંભળી.
વાર્તામાં કહ્યું છે તે મુજબ, એ માણસે ખરેખર નદી ઓળંગી હશે કે નહિ એ આપણે જાણતા નથી, પણ એટલી વાત તો ચોક્કસ છે કે તેનામાં પ્રગતિનો પંથ લેવા માટેની હિંમત તો હતી જ. તે પછી તેનું દ્રષ્ટાંત જોઇને ગામના બીજા લોકો ઉપર પણ અસર થઇ અને સર્વએ બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો, અને તેમનાં મન ઉત્તમ વિચારો તરફ વળ્યાં.
આમ એક હિંમત એવી છે કે, જે તમને પગપાળા નદીઓ ઓળંગાવી શકે છે, તો બીજી એક હિંમત એવી છે, જે તમને સત્યના માર્ગ ઉપર મૂકી આપે છે, પરંતુ સત્યના માર્ગમાં દાખલ થવા કરતાં પણ તે માર્ગ ઉપર ટકી રહેવા માટે આ કરતાં પણ એક વધુ હિંમતની જરૂર રહે છે.
આ અંગે મરઘી અને તેનાં બચ્ચાંની વાર્તા છે તે સાંભળો.
ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા કે, તમે તમારાથી બને તેટલી ઉત્તમ રીતે કાર્ય કરો, અને એ ઉત્તમ કર્મનાં પરિણામ એક દિવસ અવશ્ય આવશે એવી શ્રદ્ધા રાખો. આ વાતનું તેઓ એક દ્રષ્ટાંત આપતા :
‘જુઓ, મરઘી છે તે ઇંડાં મૂકે છે પછી તેના પર બેસીને તેમને સેવે છે. પણ તે એ બાબતની લેશ પણ ચિંતા કરતી નથી કે મારાં આ બચ્ચાં પોતાનું કોચલું તોડી બહાર નીકળી શકશે કે નહિ, તેમને સૂર્યનો પ્રકાશ જોવાનો મળશે કે નહિ. એ મરઘીની પેઠે તમારે પણ તમારાં કર્મોની લેશ પણ ચિંતા ન રાખવી જોઇએ. તમે જો ધર્મના માર્ગે બરાબર ચાલ્યા કરશો તો તમે પણ પ્રકાશની અંદર પહોંચી શકશો.’
અને સાચી હિંમત તો એ જ છે. ધર્મના સીધા માર્ગ પર ચાલવા લાગો, અને તમારા માર્ગે જે તોફાન આવે, અંધકાર અને દુઃખ આવે તેની સામે લડી લો. ખંતથી આગે બઢતા રહો, સદા. અને એમ કરતાં કરતાં પ્રકાશમાં પહોંચી જાઓ.
પ્રાચીન કાળમાં કાશી નગરીની અંદર બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો. તેને એક બીજા દેશના રાજાની સાથે શત્રુવટ હતી. પેલા શત્રુ રાજાએ બ્રહ્મદત્તની સામે લડાઇ લડવા માટે એક હાથીને તૈયાર કર્યો.
બંને રાજા વચ્ચે લડાઇ જાહેર થઇ, અને પેલો ઉત્તમ હાથી પોતાના રાજાને પોતાની પીઠ પર બેસાડીને કાશી નગરીના ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચ્યો. કિલ્લાના બુરજો ઉપર સૈનિકો ગોઠવાઇ ગયેલા હતા અને ત્યાંથી તેઓ નીચે ગોફણોમાંથી પથ્થરો વરસાવતા હતા, આગના સળગતા ગોળા નીચે ફેંકતા હતા.
દુશ્મનોના આ ભયંકર મારા સામે હાથી પ્રથમ તો ઢીલો થઇ ગયો. પણ એટલામાં હાથીને તાલીમ આપનાર તેનો ઉસ્તાદ ત્યાં દોડતો આવી પહોંચ્યો અને બોલી ઉઠ્યો. ‘અરે હસ્તિરાજ, તું તો મહા બહાદુર છે ! બહાદુરની પેઠે કામ કર. દરવાજા તોડી ભોંય ભેગા કરી દે.
આ શબ્દો સાંભળતાં વેંત હાથીમાં હિંમત આવી, દરવાજાનાં તોતિંગ બારણાં ઉપર તેણે જોરથી ધસારો કર્યો, બારણાં કકડાટ કરતાં તૂટી પડ્યાં અને હાથીએ પોતાના રાજાને વિજય અપાવ્યો.
આ રીતે હિંમતને બળે માણસ મુશ્કેલીઓ સામે, વિઘ્નો સામે વિજયી બને છે. હિંમત માણસને માટે વિજયના દરવાજા ખોલી આપે છે.
(9)
હવે આ પણ જુઓ કે હિંમતનો એક શબ્દ પ્રાણીઓને તેમ જ માણસોને પણ કેટલો બધો સહાયરૂપ થઇ શકે છે.
એક સુંદર ઇસ્લામી ગ્રંથની અંદર આપણને એક કવિ અને બહાદુર માણસ અબૂ સૈયદની વાર્તા જોવા મળે છે, અને તેમાંથી આપણને આ પ્રકારનું એક દ્રષ્ટાંત મળી રહે છે.
અબૂ સૈયદના મિત્રોને એક દિવસ ખબર મળ્યા કે, કવિને તાવ આવ્યો છે એટલે તેની ખબર કાઢવા બધા તેને ત્યાં આવ્યા. અબૂ સૈયદના પુત્રે મહેમાનોને ઘરના ઉંબર પર આવકાર આપ્યો. તેના મોં પર સ્મિત હતું, કેમ કે તેના પિતાને હવે ઠીક હતું. અબૂ સૈયદના ઓરડામાં મહેમાનો પહોંચ્યા અને આશ્ચર્ય સાથે તેમણે જોયું કે કવિ તો જાણે સાજા હોય તેમ હંમેશની માફક આનંદથી વાતચીત કરી રહ્યા છે.
તે દિવસે ગરમી પડતી હતી, એટલે અબૂ સૈયદને ઉંઘ આવવા લાગી. અને એમ કવિને ઉંઘ આવી ગઇ એટલે તેના મિત્રો પણ ત્યાં ઉંઘી ગયા, સાંજ પડી ત્યારે બધા જાગ્યા. અબૂ સૈયદે મહેમાનોને નાસ્તો પાણી કરાવ્યા, ધૂપ પ્રગટાવ્યો. ઓરડો સુગંધથી ભરાઇ ગયો. તે પછી કવિ એક ઘડી પ્રાર્થનામાં બેઠા અને પછી પથારીમાં નીચે આવીને પોતાની એક કવિતા મહેમાનોને સંભળાવી.
વિપત્તિમાં થાવ નિરાશ ના કદી,
આનંદ કેરો દિન એક આવશે, વિપત્તિનાં વાદળને હરી જશે.
વાતા ભલે ઉગ્ર પચંડ વાયુઓ, કિંતુ થઇ મીઠી લહેર એ જશે.
ચડે ભલે વાદળ ઘોર શ્યામ, વર્ષ્યા વિના એ પણ રે વહી જશે.
જલી ઉઠે આગ ભલે, પરંતુ તે
જશે બુઝાઇ, બળશે ન કાંઇ, પેટી પેટારા સઘળું બચી જશે.
આવે ભલે દુઃખપરંપરા મહા, નિશાની એની પણ લેશ ના હશે.
વિચારી આ આપત કાળમાં સદા, ન લેશ ક્યારે તજવું જ ધૈર્ય,
છે વિશ્વમાં કાળ મહાન અદ્દભૂત અકલ્પ્ય કેં કેં ઘટના રચતો,
સ્મરી સદા એ પ્રભુને પદે ઠરી, યાચી રહો આશિષ એની નિત્ય.
કવિનું આ આશા - કાવ્ય સાંભળી મિત્રોને ખૂબ આનંદ થયો, બળ મળ્યું અને પછી સૌ પોતપોતાને ઘેર ગયા. એક માંદા મિત્રે પોતાના સાજાતાજા મિત્રોને કેવી રીતે સહાય કરી તેની વાર્તા આવી છે.
એક સળગતી મીણબત્તી બીજી મીણબત્તીઓને સળગાવી શકે છે તે મુજબ જેનામાં હિંમત હોય છે તે બીજાને પણ હિંમત આપી શકે છે.
તો આ વાર્તા વાંચનાર હે બહાદુર બાળકો અને બાળાઓ, તમે બીજાઓને હિંમત આપવાનું શીખજો અને તમે પોતે પણ હિંમતવાન થજો.
- પાલ વિલાર્ડ
(10) ‘‘ શું આ પૈસા પૂરતા નથી? ’’
ત્યારે હું લગભગ ચાર વર્ષોનો હોઇશ, કે જ્યારે મેં શ્રી વિગડેનની મીઠાઇની દુકાનમાં પગ મૂક્યો હતો. પરંતુ આજે લગભગ પચાસ વર્ષ પછી પણ મારા નાકમાં એની મીઠાઇની સુગંધ ભરેલી છે. વિગડેન બારણા આગળની ઘંટીને વાગતી સાંભળતા તુરત જ તેઓ કાઉન્ટર પર આવી જતા તેઓ ખૂબ જ વૃદ્ધ થઇ ગયા હતા અને તેમના માથા ઉપર બરફ જેવા શ્વેત અને સુંદર કેશ ફરફરતા રહેતા.
એક બાળક માટે આવી સ્વાદિષ્ટ અને લલચાવનારી મીઠાઇ ભાગ્યે જ બીજી કોઇ દુકાને મળતી હશે. એમાંથી કઇ મીઠાઇ લેવી એ નક્કી કરવું કેટલું મુશ્કેલ હતું ! પહેલાં તો દરેક મીઠાઇને મનથી ચાખીને પછી જ આગળ જઇ શકાતું હતું. જ્યારે પસંદ કરેલી મીઠાઇને સફેદ કાગળની એક કોથળીમાં મૂકવામાં આવતી ત્યારે ખરીદનારના મનમાં એક વસવસો રહેતો કે ક્યાંક બીજી કોઇ આનાથી વધારે સારી મીઠાઇ હશે કે વધારે લાંબો સમય રહે તેવી મીઠાઇ હશે તો ! અમે પસંદ કરેલી મીઠાઇને વિગડેન કોથળીમાં મૂકીને પછી વિશિષ્ટ રીતે અટકતા. દુકાનદાર અને બાળકની વચ્ચે એક શબ્દનું પણ આદાન-પ્રદાન નહોતું થતું, છતાં જાણે એવું લાગતું કે, તેઓ જાણે એક છેલ્લી તક આપવા ઇચ્છે છે કે હજુ પણ બીજી કોઇ મીઠાઇ પસંદ કરવી હોય તો થઇ શકે છે. કોથળીને ત્યારે જ પેક કરીને એ દ્વિઘાભરી ક્ષણને સમાપ્ત કરતા કે જ્યારે ગ્રાહક તેના કાઉન્ટર ઉપર પૈસા મૂકે.
અમારું ઘર ટ્રામ લાઇનથી બે રસ્તા ઓળંગ્યા પછી આવતું. ટ્રામમાં આવતાં-જતાં એમની દુકાનની સામેથી પસાર થવું પડતું મારી મા કોઇ કામ માટે શહેરમાં ગઇ હતી, ત્યારે તે મને સાથે લઇ ગઇ હતી અને જ્યારે અમો ટ્રામમાંથી ઉતરીને ઘરે આવી રહ્યા હતા, ત્યારે અમો વિગડેનની દુકાને થોભ્યા. ‘‘ જોઉં, કે આમાંથી કોઇ સારી વસ્તુ લઇ જવા જેવી છે કે કેમ ? ’’ તે મને લાંબા કાચના શો-કેસ પાસે લઇ ગઇ અને ત્યાં એક પરદા પાછળથી વિગેડન સામે આવ્યા. મારી મા થોડીવાર સુધી એમની સાથે વાતો કરતી રહી, અને હું આંખો ફાડી-ફાડીને સામે જ સજાવીને રાખેલી રંગબેરંગી મીઠાઇઓને જોતો રહ્યો પછી મા એ મારા માટે કોઇ મીઠાઇ પસંદ કરી અને વિગડેનને તેની કિંમત ચૂકવી દીધી.
અઠવાડિયામાં એક કે બે વખત મા શહેરમાં જતી અને તે વખતે બાળકોની સંભાળ રાખનારા લોકોની સેવા પ્રવૃત્તિ હજુ શરૂ થઇ ન હતી. આથી હું પણ મોટેભાગે માની સાથે જતો. મા માટે એ એક નિયમ બની ગયો હતો કે પાછા ફરતી વખતે એ દુકાનમાંથી મારા માટે મીઠાઇ ખરીદવી, અને પહેલી વાર ત્યાં ગયો એ પછીથી મીઠાઇની પસંદગી હું કરતો.
એ દિવસોમાં પૈસાની કિંમત શું છે, એની મને ખબર નહોતી હું માત્ર એ જ જોતો કે મારી મા દુકાનમાં લોકોને પૈસા આપે છે અને તેના બદલામાં તે લોકો તેને સામાનનું એક પેકેટ પકડાવી દે છે. પછી ધીમે ધીમે આ આદાન-પ્રદાનનો અર્થ મને સમજવા લાગ્યો. ઘણું કરીને આ દિવસોમાં એક વખત મેં નક્કી કર્યું કે હું બે રસ્તા વટાવીને વિગડેનની દુકાને એકલો જ જઇશ અને હું તે રીતે જવા લાગ્યો આજે પણ મને બારણા પરની ઘંટીનો રણકાર યાદ છે. એ પછી હું મહામુસીબતે એનો લાંબો - પહોળો દરવાજો ખોલતાં અને આનંદપૂર્વક એ કાઉન્ટર પર જઇ પહોંચતો .
દુકાનમાં જાતજાતની સ્વાદિષ્ટ મીઠાઇઓ સજાવેલી જોવા મળતી જાતજાતની ખટ્ટ-મધુરી ગોળીઓ, શરબતી ગોળીઓ, જેલીની ગોળીઓથી ભરલી ટ્રે, મોટી-મોટી ટ્રોફીથી ભરેલા ડબ્બાઓ કે જેમાંની એક ટોફી મોઢામાં રાખી હોય તો તેનો સ્વાદ કલાકો સુધી મોઢામાં રહી જાય. ક્યાંક ચાસણી ચઢાવેલો મેવો રાખવામાં આવ્યો હતો. જાતજાતની વાનગીઓ જોઇને મોઢામાં પાણી જ આવી જાય જો ચાવો નહીં તો લાંબા સમય સુધી મોઢામાં રસ ચગળ્યા કરો. મેં મીઠાઇના પેકેટ પસંદ કરી કાઉન્ટર પર રાખ્યા તો વિગડેને પૂછ્યું, બેટા, તારી પાસે આ બધું ખરીદવા માટેના પૈસા તો છે ને ?
‘‘હા છે ને, મારી પાસે તો ઘણા બધા પૈસા છે’’ અને મેં રૂપેરી કાગળમાં વીટાળેલા લગભગ અર્ધોડઝન જેટલા ચેરીના ઠળિયા એમની હથેળીમાં મૂકી દીધા !
વિગડેન પોતાની હથેળી જોતા રહ્યા અને મારી સામે કેટલીય વાર તાકી રહ્યા.
શું આ પૂરતા નથી ? મેં વ્યગ્રતાથી પૂછ્યું
એમણે એક લાંબો શ્વાસ છોડ્યો ને કહ્યું, ‘‘ના, ના, એવું નથી.’’
‘આ તો કિંમત કરતાં પણ વધારે છે.’ એમણે કહ્યું પછી લાકડાના ખાના પાસે જઇને, ત્યાંથી બે પેન્સ લીધા અને મારા હાથમાં મૂકીને બોલ્યા; ‘‘ આ તારા પૈસા વધે છે’’.
જ્યારે મારી માએ મને શોધી લીધો તો મને ખિજાણી કે આટલે દૂર હું એકલો શા માટે ગયો? હું વિચારું છું કે એ વાત એમના મનમાં નહીં આવી હોય કે મેં પૈસાની જોગવાઇ કેવી રીતે કરી હશે ! મને ફક્ત એટલી જ ચેતવણી આપવામાં આવી કે હવે પછી મારે પૂછ્યા વગર ત્યાં ન જવું. મેં ચોક્કસ એ ચેતવણીનું પાલન કર્યું હશે, અને એ પણ સ્પષ્ટ છે કે જ્યારે મને ફરી ત્યાં જવાની રજા મળી હશે. ત્યારે મને એકાદ - બે પેન્સ તો જરૂર આપવામાં આવ્યા હશે, કેમ કે મને યાદ નથી કે એ પછી ક્યારેય મેં ચેરીના ઠળિયાનો પૈસા તરીકે ઉપયોગ કર્યો હોય. પછી તો વરસો વીતી ગયા અને જવાબદારીઓની વચ્ચે હું આ પ્રસંગને કે જે એ સમયે ખૂબ જ મહત્વનો લાગતો હતો, તેને સાવ જ ભૂલી ગયો.
જ્યારે હું છ-સાત વર્ષનો હતો, ત્યારે અમે એક બીજા શહેરમાં રહેવા ગયા ત્યાં હું મોટો થયો મેં લગ્ન કર્યા અને મારું ઘર વસાવ્યું મેં અને મારી પત્નીએ રંગબેરંગી માછલીઓ વેચવાનું કામ શરૂ કર્યું. એ દિવસોમાં માછલીઓ પાળવાનો શોખ વધારે વિસ્તર્યો નહોતો. મોટાભાગની માછલીઓ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાંથી મંગાવવામાં આવતી હતી. પાંચ ડોલરથી ઓછી કિંમતની જોડી હોય તેવી તો બહુ જ ઓછી માછલીઓ હતી.
એક બપોરે એક નાની બાળકી પોતાના ભાઇ સાથે દુકાનમાં આવી. તેઓ પાંચ - છ વર્ષના હશે હું માછલીવાળું ટેન્ક સાફ કરી રહ્યો હતો બંને ખૂબ જ આશ્ચર્યપૂર્વક સ્વચ્છ પાણીમાં તરી રહેલી રંગબેરંગી માછલીઓને જોવા લાગ્યાં ત્યારે છોકરાએ કહ્યું, ‘‘ ભાઇ, શું હું આમાંથી કંઇ ખરીદી શકું ?
‘ હા, જો તમારી પાસે પૈસા હોય તો !’’
અમારી પાસે તો ઘણા બધા પૈસા છે. બાળકીએ ખૂબ જ વિશ્વાસપૂર્વક કહ્યું. જે લહેકાથી એણે આ વાત કરી તે તો મને એકદમ જાણીતું લાગ્યું. ઘણીવાર સુધી માછલીઓને જોયા પછી તેમણે અનેક પ્રકારની માછલીઓની કેટલીક જોડી કાઢી આપવા કહ્યું, હું એમણે પસંદ કરેલી માછલીઓને પ્લાસ્ટિકની થેલીઓમાં મૂકવા લાગ્યો અને પછી તેને એક મોટા થેલામાં રાખીને કહ્યું, ‘‘ ખૂબ સાચવીને લઇ જાજો.’’
બાળકે સંમતિસૂચક મસ્તક હલાવ્યું અને પછી પોતાની બહેનને કહ્યું ‘‘ પેસા તું આપી દે’’. મેં તેની સામે હથેળી ધરી, ત્યારે જેવી તેની બંધ મુઠ્ઠી મારા તરફ આગળ વધી, ત્યારે હું જાણી ગયો કે હવે ખરેખર શું થવાનું છે અને બાળકી આગળ શું બોલવાની છે. તેની મુઠ્ઠી ખૂલી અને તેમાંથી મારી ખુલ્લી હથેળીમાં ત્રણ નાના સિક્કાઓ આવી પડ્યા !
આ એક નાનકડી ક્ષણમાં મારા મનમાં પ્રેમના એ પ્રત્યુત્તરનો પૂરેપૂરો અર્થ સ્પષ્ટ થઇ ગયો જે મને વર્ષો પહેલાં વિગડેન પાસેથી મળ્યો હતો. એ ક્ષણે જ હું એ અનુભવ કરી શક્યો કે એ વયોવૃધ્ધ માણસની સામે મેં કેવો પડકાર ફેંક્યો હતો અને તેમણે કેવી સુંદર રીતે એનો સામનો કર્યો હતો.
મારી હથેળીમાં રહેલા એ સિક્કાઓને જોઇને મને લાગ્યું કે જાણે હું મીઠાઇની એ નાનકડી દુકાનમાં પાછો પહોંચી ગયો છું. પછી મેં મારી સામે ઉભેલાં બંને બાળકોનાં એ નિર્દોષ ચહેરાઓને જોયા અને મારી અંદરની એ ક્ષમતાનો અનુભવ કર્યો કે જે ઇચ્છે તો આ નિર્દોષતાને ટકાવી રાખે અથવા તો તેને ખતમ કરી નાંખે. આ એવી જ સ્થિતિ હતી કે જેનો સામનો વરસો પહેલાં વિગડેને કર્યો હતો. હું આ વિચારો અને યાદોમાં ગળાડૂબ ડૂબી ગયો હતો, ત્યાં એ નાની બાળકીએ પોતાના કોમળ અવાજમાં પૂછ્યું,
‘‘શું આ પૈસા પૂરતા નથી?’’
અરે, આ તો એની કિંમત કરતાં થોડા વધારે છે,’’ મેં રુંધાયેલા કંઠે કહ્યું, ‘‘થોડા પૈસા તને મારા તરફથી પાછા મળશે’’ પછી રોકડ રકમની પેટીમાંથી બે સેંટ કાઢીને મેં એની નાની હેથળીમાં મૂકી દીધા અને પછી દરવાજા ઉપર ઉભા રહીને હું આ બંને બાળકોને પોતાની મૂલ્યવાન વસ્તુઓને સંભાળપૂર્વક લઇ જતાં જોઇ રહ્યો.
જ્યારે હું પાછો દુકાનની અંદર ગયો તો મારી પત્ની ટેબલ પાસે ઉભી-ઉભી કોણી સુધી હાથ ડૂબાડીને ટેન્કમાંના છોડવાઓને વ્યવસ્થિત કરી રહી હતી તેણે પૂછ્યું ; ‘ આ બધો શું ગોટાળો છે? તમને ખબર છે ? તમે કેટલી માછલીઓ એમને આપી દીધી છે ?
હા, હશે, લગભગ ૩૦ ડોલરની કિંમતની માછલીઓ. મેં મારા મનની અસ્વસ્થતા વચ્ચે કહ્યું પણ એ સિવાય હું બીજું કંઇ કરી શકું તેમ હતો જ નહીં.
જ્યારે મેં આજની આ વાતને વિગડેનની વાત સાથે જોડીને મારી વાત પૂરી કરી તો મેં જોયું કે મારી પત્નીની આંખો ભીની થઇ ગઇ છે તે સ્ટૂલ પરથી નીચે ઉતરીને મારી પાસે આવીને મને ચૂમી લીધો.
‘‘ મને આજે પણ એ ચિંગમોની સુગંધ આવી રહી છે ’’.
મેં નિઃશ્વાસ લેતાં કહ્યું ‘‘ મને વિશ્વાસ છે કે મેં છેલ્લી ટેંક સાફ કરી ત્યાં સુધી વિગડેન મારી પાછળ સ્મિત ફરકાવતા ઉભા હતા’’ !
(11) સદગુણોની સભામાં
એક સમયની વાત છે. એક મોટો મહેલ હતો. તેની વચ્ચે એક છૂપું મંદિર હતું. પરંતુ આજ સુધી કોઇ એનો દરવાજો ઓળંગી શક્યું ન હતું. અંદર જવાનું તો બાજુએ રહ્યું, પણ એના બહારના ચોગાન સુધી પણ પહોંચવું, કોઇ કાળામાથાના માનવી માટે શક્ય નહોતું. આ મહેલ તો ઉભો હતો, ઊંચ ઊંચા વાદળોની ઉપર અને ત્યાંનો માર્ગ શોધવામાં કોઇ વિરલાઓ જ આદિકાળથી અત્યાર સુધીમાં સફળ થયા હતા.
આ હતો સત્યનો મહેલ.
એક દિવસ ત્યાં એક ઉત્સવ યોજવામાં આવ્ય. મનુષ્યો માટે નહીં, પરંતુ તદ્દન જુદા જ પ્રકારનાં પ્રાણીઓ માટે. તેમાં એ નાનાં-મોટા દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે જેઓને આ પૃથ્વી ઉપર સદ્દગુણોના નામથી પૂજવામાં આવે છે.
એ મહેલના બહારના ભાગમાં એક વિશાલ ખંડેર હતો. તેની દીવાલો અને છત સુધ્ધાં પ્રકાશમય હતાં અને તેના ઉપર સહસ્ત્ર અગ્નિ સ્ફૂલ્લિંગો તેને વધુ ઝગમગાવી રહ્યા હતા.
એ હતો બૃદ્ધિનો વિશાળ ખંડ. અહીં નીચેની જમીન પાસે ખૂબ જ આછો પ્રકાશ હતો, અને તે ખૂબ સુંદર ઘેરા વાદળી રંગનો અને છત તરફ જતાં તે વધારે ને વધારે તેજસ્વી બની રહ્યો હતો. છતમાં હીરાઓની દીવીઓ ઝુમ્મરની જેમ લટકી રહી હતી. તેનાં હજારો મુખોમાંથી આંખોને આંજી નાખનારાં કિરણો ચારે બાજુ પ્રસરી રહ્યાં હતાં.
બધા સદગુણો એક પછી એક આવવા લાગ્યા. તેઓ પોતાની પસંદ પ્રમાણે એકબીજાની સાથે મંડળી બનાવીને બેસી ગયાં. બધાં ખૂબ પ્રસન્ન જણાતાં હતાં કે આજે એકવાર તો તેઓ ભેગા થઇ શક્યા છે. જ્યારે સામાન્ય રીતે તો તેઓ આ જગતમાં કે અન્ય જગતોમાં છૂટા છૂટા રહેતા હોય છે, વિદેશીઓની વચ્ચે સાવ અલગ જેવા બનીને રહેતા હોય છે.
આ ઉત્સવની સામાનેત્રી હતી, સચ્ચાઇ. તેનાં વસ્ત્રો સ્વચ્છ જળ સમાન નિર્મળ હતાં. તેના હાથમાં હતો, એક પારદર્શક સ્ફટિક આ સ્ફટિકમાંથી વસ્તુઓ એવી જ દેખાતી હતી કે જેવી તે વાસ્તવમાં હતી. ખરેખર એ ઘણી જ જુદી જણાતી હતી કેમ કે તેમાં કોઇ પણ જાતની વિકૃતિ વગર આબેહૂબ તે વસ્તુઓનું પ્રતિબિંબ પડતું હતું.
એની પાસે જ અંગરક્ષકો જેવી બે મૂર્તિઓ ઉભી હતી તેમાંની એક હતી, વિનમ્રતા કે જે નમ્ર હોવા છતાં ગૌરવભરી હતી, અને બીજી હતી સાહસની; ઉન્નત મસ્તક તેજસ્વી નેત્રો સ્મિતભર્યા દ્દઢ અધરો, પ્રશાંત, નિંશ્વત ભાવ.
સાહસની પાસે જ તેના હાથમાં હાથ રાખીને એક નારી ઉભી હતી ઘૂંઘટથી ઢંકાયેલી ફક્ત તેની બે તીક્ષ્ણ આંખો જ ઘૂંઘટને ભેદીને અજવાળું પાથરતી દેખાઇ રહી હતી, એ હતી વિવેકશક્તિ.
બધાની વચ્ચે એક બીજાની પાસે આવતી જતી હોવા છતાં બધો વખત બધાંની નજીક જે દેખાતી હતી, તે હતી ઉદારતા. સજાગ, શાંત કાર્યરત અને વિવેકી. એ સમૂહમાં જે બાજુથી તે પસાર થતી હતી ત્યારે પોતાની પાછળ એક ઉજ્જવળ મૃદુ પ્રકાશની રેખા છોડી જતી હતી. એ પ્રકાશ જે તેનામાંથી નીકળીને પ્રસરી રહ્યો હતો, તે ખરેખર તો તેની શ્રેષ્ઠ સખી અને ચિર - સહચરી અને જોડિયા બહેન ન્યાયપરાણતા પાસેથી મળી રહ્યો હતો, પરંતુ તે તેની પાસે સૂક્ષ્મ રૂપે આવી રહ્યો હતો મોટાભાગની દ્દષ્ટિઓથી અદ્રશ્ય રહીને. ઉદારતાને ઘેરીને એક તેજસ્વી સેના રહેલી હતી; દયા, ધૈર્ય, નમ્રતા, સજ્જનતા અને બીજાં અનેક.
બધા જ આવી ગયા હતા, એવું બધા માનતા હતા, પરંતુ તે કોણ છે? સ્વર્ણદ્વાર પર પરાણે ઉપસ્થિત રહેલી વ્યક્તિ ? દ્વારપાળોએ ભારે મુશ્કેલીથી તેને અંદર આવવા દીધી હતી, ન તો તેમણે તેને કદી જોઇ હતી કે ન તો તેમને તેની આકૃતિમાં પ્રભાવશાળી વસ્તુ કાંઇ લાગી હોય. તે ઘણી જ નાની હતી, દુબળી, પાતળી કાયા, સામાન્ય પહેરવેશ, કંઇક ગરીબ જેવો હતો. ડરતી ડરતી, સંકોચાતી સંકોચાતી તે આગળ પગલાં માંડી રહી હતી. ચોક્કસ તે પોતાને આવા વૈભવવાળા સમારંભની વચ્ચે જોઇને ખોવાઇ ગઇ હતી. તે અટકી ગઇ વિચારી ન શકી કે તે કોની પાસે જાય.
પેલી બાજુ વિવેકશક્તિ પોતાના સાથીદારો સાથે થોડી વિચારણા કરીને, તેઓની વિનંતીથી એ આગંતુકા તરફ ગઇ, લોકો જ્યારે દ્વિઘામાં હોય ત્યારે વિચારવા માટે જેવું કરે છે, તેવું પોતાનું ગળું થોડું સાફ કરીને, તેની પાસે જઇને બોલી ; ‘‘ અહીં અમે બધાં જે ભેગાં થયાં છે, તેઓ એકબીજાના નામ અને ગુણ જાણીએ છીએ. આપને જોઇને અમને ભારે આશ્ચર્ય થાય છે, આપ વિદેશી જેવાં લાગો છે. આ પહેલાં આપને જોયાં હોય તેવું યાદ નથી. કૃપા કરીને આપ કહેશો કે આપ કોણ છો ?’’
નવાગતાએ લાંબો શ્વાસ લઇને કહ્યું; હાય ! અહીં પણ મને વિદેશી માનવામાં આવે છે. પણ એમાં મને કંઇ આશ્ચર્ય જણાતું નથી. મને તો ભાગ્યે જ નિમંત્રણ આપવામાં આવે છે. મારું નામ છે, કૃતજ્ઞતા.
(12) આત્મ – સંયમ
આપણે એક જંગલી ઘોડાને વશ કરી શકીએ છીએ, પણ વાઘના મોંમાં લગામ ચડાવી શકતા નથી.
એમ કેમ ? કારણે કે વાઘમાં એક એવી દુષ્ટ અને ક્રૂર શક્તિ રહેલી છે કે, જે કોઇ પણ રીતે કાબૂમાં આવે એવી નથી અને તેથી તેના સાથે કોઇ પણ સારા વ્યવહારની અપેક્ષા ન રાખી શકીએ. ઉલટું. આપણે એ પ્રાણીનો નાશ કરવો વ્યાકુળ થઇ જઇએ છીએ, કેમકે એમ નહી કરીએ તો તે આપણને જ નુકસાન પહોંચાડે તેમ છે.
પરંતુ જંગલી ઘોડા શરૂ-શરૂમાં ભલે ગમે તેવો તોફાની હોય, અડિયેલ હોય તો પણ થોડી મહેનત અને ધીરજપૂર્વક આપણે તેને કાબૂમાં લઇ શકીએ છીએ. વખત જતાં તે આપણી આજ્ઞાનું પાલન અને આપણને પ્રેમ કરતો થાય છે, અને છેવટે તો આપણે તેને લગામ ચડાવવા જઇએ ત્યારે પોતાનું મોં આગળ ધરે છે.
મનુષ્યની અંદર પણ આ પ્રકારની કેટલીક ઉદ્દણ્ડ, તોફાની વૃત્તિઓ રહેલી હોય છે. પરંતુ એ વૃત્તિઓ એવી નથી કે વાઘની પેઠે તે લેશ પણ કાબૂમાં આવી જ ન શકે. આ વૃત્તિઓ મોટે ભાગે તો જંગલી ઘોડા જેવી જ હોય છે, અને તેમને સંસ્કાર આપવા માટે તેમને લગામ ચડાવવાની જરૂર રહે છે. આ વૃત્તિઓ માટે ઉત્તમમાં ઉત્તમ લગામ તો તે છે કે જે માણસ પોતે જ પોતાની વૃત્તિઓ ઉપર ચડાવે. એ લગામનું નામ છે આત્મ – સંયમ.
(13)
મહંમદ પયગંબરને એક હુસેન નામે સગા હતા. તેઓ એક આલિશાન મકાનમાં રહેતા હતા. એમના ભંડાર ધનથી ભરેલા રહેતા હતા. એવા માણસને નારાજ કરવા એટલે કે એક ધનિકને નારાજ કરવો, અને ધનિકનો ક્રોધ તો ભયંકર જ હોય.
અરબસ્તાનનો એક કવિ અલ કોસઇ રણમાં રહેતો હતો. એક દિવસ નાબાનું કે સુંદર ઝાડ એના જોવામાં આવ્યું. એક ઝાડની ડાળીઓમાંથી તેણે એક ધનુષ્ય તથા બાણો બનાવ્યાં.
રાત પડી એટલે એ ધનુષ્ય બાણ લઇ તે જંગલી ગધેડાંઓનો શિકાર કરવા નીકળી પડ્યો. થોડી જ વારમાં એણે ગધેડાંના એક ટોળાંનાં પગલાંઓનો અવાજ સાંભળ્યો, અને તેણે એક તીર છોડ્યું. એણે એટલા તો જોરથી ધનુષ્ય ખેંચીને તીર છોડ્યું કે તે ગધેડાના શરીરને વીંધીને આરપાર નીકળી ગયું અને પાસેના એક પથ્થર સાથે જોરથી અફળાયું. બાણના એ અફળાવવાનો અવાજ સાંભળીને અલ કોસઇએ વિચાર્યું કે મારો ઘા ખાલી ગયો છે. એટલે એણે બીજું તીર છોડ્યું, એ તીર પણ એક બીજા ગધેડાને વીંધી આરપાર નીકળી ગયું અને પથ્થર સાથે અફળાયું. અલ કોસઇએ પાછું ફરી ધાર્યું કે એનો ઘા ખાલી ગયો છે. એટલે એણે પાછું ત્રીજું બાણ છોડ્યું, ચોથું બાણ છોડ્યું, પાંચમું બાણ છોડ્યું. અને હરેક વખતે તેને પેલા જેવો જ પથ્થર સાથે અફળાવવાનો અવાજ સંભળાયો. એમ પાંચમી વાર પણ જ્યારે એને પોતાનું તીર ખાલી જતું દેખાયું ત્યારે એણે ક્રોધમાં આવીને પોતાનું ધનુષ જ તોડી નાખ્યું.
બીજે દિવસે સવારે આવીને તેણે જોયું તો પેલા પથ્થર પાસે પાંચ ગધેડાં મરેલાં પડ્યાં હતાં.
એનામાં જો થોડીએક વધુ ધીરજ હોત, સવાર થાય ત્યાં સુધી એ જો રાહ જોઇ શક્યો હોત તો એ પોતાના મનની શાંતિ બચાવી શક્યો હોત અને સાથે સાથે પોતાનું ધનુષ પણ બચાવી શક્યો હોત.
પરંતુ આમાંથી પાછું કોઇએ એમ નથી સમજવાનું કે અમો એવી શિખામણ આપવા માંગીએ છીએ કે જેને લીધે માણસનું ચારિત્ર્ય દુર્બળ થાય અને તેનામાંથી તમામ ઉત્સાહ અને બળ ચાલ્યું જાય. આપણે જંગલી ઘોડાને લગામ ચડાવીએ છીએ તો તે કંઇ ઘોડાનું મોં ફાડી નાખવા માટે કે તેના દાંત તોડી નાખવા માટે આપણે કરતા નથી. આપણે જો ઘોડા પાસે વધારે સારું કામ લેવા માગતા હોઇએ તો પછી તેને લગામ ચડાવવાનો આપણો હેતુ એ હોય કે એ લગામ દ્વારા આપણે તેને ધાર્યો ચલાવી શકીએ. આપણે એ લગામ એવી નિર્દય રીતે કંઇ વાપરવાની નથી કે જેથી ઘોડો આગળ ચાલતો જ અટકી જાય.
એ એક કમનસીબ બાબત છે કે ઘણાએક નિર્બળ સ્વભાવના માણસો ઘેટાં જેવા જ હોય છે. એમનેં ચલાવવા માટે એકાદ નાનકડો ડચકારો પણ બહુ થઇ પડે છે.
વળી કેટલાંક માણસો ગુલામ જેવા પણ હોય છે. એમનામાં કશું. સાનભાન કે શક્તિ હોતાં નથી, અને તે તદ્દન નિરાધાર અને જડ જેવા હોય છે.
અબૂ ઉસ્માન અલ-હિરી તેની વધુ પડતી બેહદ ધીરજ માટે ખૂબ જાણીતો હતો. એક વાર એને એક ઉત્સવમાં જવા માટે આમંત્રણ મળ્યું. એ જ્યારે પોતાને બોલાવનારને ઘેર પહોંચ્યો ત્યારે તે માણસ બોલ્યો. ‘ મને માફ કરશો. આજે હું તમારું સ્વાગત કરી શકું તેમ નથી. કૃપા કરી આપ પાછા જાઓ. અલ્લાહ આપના પર મહેર રાખે.
એ સાંભળી અબૂ ઉસ્માન પોતાને ઘેર પાછો ચાલ્યો ગયો. એ ઘેર પહોંચ્યો ન પહોંચ્યા એટલામાં તો પેલો મિત્ર એની પાસે આવી પહોંચ્યો અને તેને ફરી પાછું આમંત્રણ આપ્યું.
અબૂ ઉસ્માન પાછો એ મિત્રની પાછળ પાછળ ચાલતો તેના ઉંબર સુધી પહોંચ્યો, પણ એ મિત્ર એને પાછો ત્યાં જ રોકી રાખ્યો, ફરી પાછી એની ક્ષમા માગી, અને અબૂ ઉસ્માન કંઇ પણ બોલ્યાચાલ્યા વિના ત્યાંથી પાછો ફરી ગયો.
આ જ રીતે એને પાછો ત્રીજી વાર, ચોથી વાર બોલાવવામાં આવ્યો અને પાછો કાઢવામાં આવ્યો. છેવટે એ મિત્રે તેનું સ્વાગત કર્યું અને સૌના દેખતાં કહ્યું, ‘અબૂ ઉસ્માન, આ બધું મે તમારા સ્વભાવની પરીક્ષા લેવા માટે કરેલું છે. તમારી ધીરજ અને નમ્રતા જોઇને મને બહું માન થાય છે.’
જવાબમાં અબૂ ઉસ્માને કહ્યું, ‘આમાં મારાં વખાણ કરવા જેવું કશું નથી. કારણ કે આવો ગુણ તો કૂતરામાં પણ હોય છે. એમને બોલાવો ત્યારે એ પાસે આવે છે અને તરછોડી કાઢો ત્યારે તે પાછાં ચાલ્યાં જાય છે.’
પણ વાત એ છે કે અબૂ ઉસ્માન માણસ હતો, કૂતરો નહિ. એણે ન્યાય કે સ્વમાનનો લેશ પણ ખ્યાલ રાખ્યા વિના પોતાની ઇચ્છાને પણ સાવ જતી કરી દીધી અને મિત્રોની આગળ મશ્કરીનું પાત્ર બની રહ્યો, અને એથી કોઇને પણ કશો લાભ થયો નહિ.
તો શું આવા અતિનમ્ર સ્વભાવના માણસમાં પણ એવી કોઇ વસ્તુ નથી કે જેને કાબૂમાં લેવાની જરૂર ન હોય? હા, છે. એ ચીજ તો વળી બીજી બધી ચીજો કરતાં પણ કાબૂમાં લેવી વધુ મુશ્કેલ છે. એ ચીજ છે માણસના સ્વભાવની દુર્બળતા. અબૂ ઉસ્માનમાં એ દુર્બળતા આવવાનું કારણ એ હતું કે તેને પણ પોતાની જાત સાથે કઇ રીતે કામ લેવું તેનું જ્ઞાન ન હતું અને તેથી હરકોઇ માણસ આવીને પોતાની ઇચ્છા મુજબ તેને નચાવી જતું હતું.
(16)
એક જુવાન બ્રહ્મચારી બહુ જ ચતુર હતો અને પોતાના આ ગુણ વિશે તે સભાન પણ હતો. વળી, તેને પોતાની આ શક્તિમાં હમેશાં વધારો કરતા રહેવાની ઇચ્છા પણ રહેતી અને તે દ્વારા તે પોતાની સર્વત્ર પ્રશંસા થાય એમ પણ ઝંખતો હતો. એટલે માટે તેણે અનેક દેશોમાં પ્રવાસ પણ ખેડ્યો હતો.
એ મુસાફરીમાં તેણે એક તીર બનાવનાર પાસેથી તીર બનાવવાનું જ્ઞાન મેળવ્યું.
થોડે આગળ જઇને તેણે હોડી બનાવવાનું અને હોડીને હંકારવાનું કામ શીખી લીધું.
ત્યાંથી આગળ ચાલતાં તેણે મકાન ચણવાની કળાની શીખી લીધી. ત્યાંથી પછી બીજે ઠેકાણે જઇ તેણે બીજી કળાઓ પણ જાણી લીધી.
એમ કરતાં-કરતાં સોળ દેશોમાં ફરીને તે ઘેર આવ્યો અને ખૂબ જ અભિમાનપૂર્વક કહેવા લાગ્યો, ‘ આ પૃથ્વી ઉપર મારા જેવો ચતુર માણસ હવે બીજો કોણ છે ?’
એક દિવસ ભગવાન બુદ્ધે આ બ્રહ્મચારીને જોયો અને તેમને થયું કે આ માણસ અત્યાર સુધીમાં ઘણી કળાઓ શીખી લાવ્યો છે. પણ તેને હજી એ સૌ કરતાં પણ વધુ મોટી કળા શીખવા મળી નથી. તેઓ પોતે એને મળે તો ખૂબ જ સારું થાય એટલે તેમણે ઘરડા શ્રવણનું રૂપ લીધું અને પેલા યુવાનની પાસે ગયા. તેમના હાથમાં એક ભિક્ષા પાત્ર હતું.
‘હું મારા શરીરને કાબૂમાં રાખી શકું તેવો એક માણસ છું,’
‘એટલે આપ શું કહેવા માગો છો ?’
‘એ કઇ રીતે?’
‘જો કોઇ એની પ્રશંસા કરે તો તેથી તેનું મન કંઇ ફૂલાતું નથી. કોઇ તેની નિંદા કરે તો તેથી પણ તેના મનની
સ્થિરતામાં ભંગ પડતો નથી. તે પ્રાણીમાત્રના હિતને ખાતર કર્યા કરતો હોય છે, અને હમેશાં શાંતિમાં રહેતો હોય છે.
માટે હે ઉત્તમ બાળકો, તમે પણ આ પ્રમાણે પોતાના ઉપર શાસન કરતાં શીખો, અને તમારા સ્વભાવ ઉપર કાબૂ મેળવવા માટે તમારે એક કઠોર લગામ ચડાવવી પડે તો પણ તેની તમે ફરિયાદ ન કરશો.
લાકડાનો બનાવેલો ઘોડો શાંત જ હોય છે. એના બનાવનારે તેને બનાવ્યો હોય તેવો ને તેવો જ તે હંમેશા રહે છે. તેના ઉપર લગામ ચડાવવામાં આવે તો પણ તે રમતને ખાતર જ હોય છે. એના કરતાં એક ચંચળ ઉછળતો જુવાન ઘોડો ઘણો જ વધુ ઉત્તમ ગણાય, પછી ભલે તે બહુ ધીરે ધીરે ડાહ્યો થતો હોય.
આ અંગે હું તમને કવિ ભવભૂતિએ લખેલી માધવની વાર્તા કહીશ.
યુવાન માધવ એકવાર એક મંદિરની બહાર બેઠો હતો, ત્યાં તેને કાને એક દુઃખની ચીસ પડી. ચીસ સંભળાતાં જ તે ઊભો થઈ ગયો, મંદિરમાં દાખલ થવાનો એક રસ્તો તેણે શોધી કાઢ્યો અને અંદર પહોંચી એ ચામુંડા દેવીના ગર્ભગૃહની અંદર તેણે નજર નાંખી.
તેણે જોયું કે, એ વિકરાળ દેવી સમક્ષ કોઈ એક છોકરીને વધ કરવા માટે ખડી કરવામાં આવેલી છે. એ માલતી હતી. એ બિચારી જુવાન બાળા ઊંઘતી હતી તેવામાં જ તેને ઉપાડી લાવવામાં આવી હતી. મંદિરનો પૂજારી અને પૂજારણ તેની સામે ઊભાં હતાં. તે એકલી અસહાય હતી. એ પોતાના પ્રેમી માધવનો વિચાર કરી રહી હતી, તે જ ક્ષણે પૂજારીએ પોતાનું ખડ્ગ ઉપાડ્યું.
માલતી પોતાના પ્રેમીને મનમાં કહેતી હતીઃ
‘માધવ, ઓ માધવ ! મારા હૃદયના નાથ ! મારી હવે માત્ર એક જ ઈચ્છા છે. હુ મૃત્યુ પામું તે પછી પણ તારા સ્મરણમાં જીવતી રહું એટલું જ માગું છું. પોતાના પ્રેમીના હૃદયમાં એક મીઠાં સ્મરણ રૂપે સદાને માટે જીવતા રહી શકાય તો પછી મૃત્યુ એ મૃત્યુ નથી.’
માલતીને જોતાં જ માધવે એક ત્રાડ નાખી, અને બલિગૃહમાં કૂદી પડ્યો. પૂજારી સાથે તેણે જીવ સટોસટનું યુદ્ધ થયું. માલતી બચી ગઈ.
આ હિંમત માધવે કોને માટે બતાવી હતી ? એ શું પોતાને માટે જ લડતો હતો? હા. પરંતુ તેની એ હિંમત પાછળ બીજું પણ એક કારણ હતું. તે એક બીજી વ્યક્તિને બચાવવા માટે પણ લડતો હતો. એક દુઃખની ચીસ તેના કાને પડી હતી અને એ ચીસ તેની છાતીમાં આવેલ હૃદયને સ્પર્શી ગઈ હતી.
(3)યુવાન માધવ એકવાર એક મંદિરની બહાર બેઠો હતો, ત્યાં તેને કાને એક દુઃખની ચીસ પડી. ચીસ સંભળાતાં જ તે ઊભો થઈ ગયો, મંદિરમાં દાખલ થવાનો એક રસ્તો તેણે શોધી કાઢ્યો અને અંદર પહોંચી એ ચામુંડા દેવીના ગર્ભગૃહની અંદર તેણે નજર નાંખી.

ગુજરાતી અનુવાદ: જ્યોતિ થાનકી
એક સમયની વાત છે. એક મોટો મહેલ હતો. તેની વચ્ચે એક છૂપું મંદિર હતું. પરંતુ આજ સુધી કોઇ એનો દરવાજો ઓળંગી શક્યું ન હતું. અંદર જવાનું તો બાજુએ રહ્યું, પણ એના બહારના ચોગાન સુધી પણ પહોંચવું, કોઇ કાળામાથાના માનવી માટે શક્ય નહોતું. આ મહેલ તો ઉભો હતો, ઊંચ ઊંચા વાદળોની ઉપર અને ત્યાંનો માર્ગ શોધવામાં કોઇ વિરલાઓ જ આદિકાળથી અત્યાર સુધીમાં સફળ થયા હતા.
આ હતો સત્યનો મહેલ.
એક દિવસ ત્યાં એક ઉત્સવ યોજવામાં આવ્ય. મનુષ્યો માટે નહીં, પરંતુ તદ્દન જુદા જ પ્રકારનાં પ્રાણીઓ માટે. તેમાં એ નાનાં-મોટા દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે જેઓને આ પૃથ્વી ઉપર સદ્દગુણોના નામથી પૂજવામાં આવે છે.
એ મહેલના બહારના ભાગમાં એક વિશાલ ખંડેર હતો. તેની દીવાલો અને છત સુધ્ધાં પ્રકાશમય હતાં અને તેના ઉપર સહસ્ત્ર અગ્નિ સ્ફૂલ્લિંગો તેને વધુ ઝગમગાવી રહ્યા હતા.
એ હતો બૃદ્ધિનો વિશાળ ખંડ. અહીં નીચેની જમીન પાસે ખૂબ જ આછો પ્રકાશ હતો, અને તે ખૂબ સુંદર ઘેરા વાદળી રંગનો અને છત તરફ જતાં તે વધારે ને વધારે તેજસ્વી બની રહ્યો હતો. છતમાં હીરાઓની દીવીઓ ઝુમ્મરની જેમ લટકી રહી હતી. તેનાં હજારો મુખોમાંથી આંખોને આંજી નાખનારાં કિરણો ચારે બાજુ પ્રસરી રહ્યાં હતાં.
બધા સદગુણો એક પછી એક આવવા લાગ્યા. તેઓ પોતાની પસંદ પ્રમાણે એકબીજાની સાથે મંડળી બનાવીને બેસી ગયાં. બધાં ખૂબ પ્રસન્ન જણાતાં હતાં કે આજે એકવાર તો તેઓ ભેગા થઇ શક્યા છે. જ્યારે સામાન્ય રીતે તો તેઓ આ જગતમાં કે અન્ય જગતોમાં છૂટા છૂટા રહેતા હોય છે, વિદેશીઓની વચ્ચે સાવ અલગ જેવા બનીને રહેતા હોય છે.
આ ઉત્સવની સામાનેત્રી હતી, સચ્ચાઇ. તેનાં વસ્ત્રો સ્વચ્છ જળ સમાન નિર્મળ હતાં. તેના હાથમાં હતો, એક પારદર્શક સ્ફટિક આ સ્ફટિકમાંથી વસ્તુઓ એવી જ દેખાતી હતી કે જેવી તે વાસ્તવમાં હતી. ખરેખર એ ઘણી જ જુદી જણાતી હતી કેમ કે તેમાં કોઇ પણ જાતની વિકૃતિ વગર આબેહૂબ તે વસ્તુઓનું પ્રતિબિંબ પડતું હતું.
એની પાસે જ અંગરક્ષકો જેવી બે મૂર્તિઓ ઉભી હતી તેમાંની એક હતી, વિનમ્રતા કે જે નમ્ર હોવા છતાં ગૌરવભરી હતી, અને બીજી હતી સાહસની; ઉન્નત મસ્તક તેજસ્વી નેત્રો સ્મિતભર્યા દ્દઢ અધરો, પ્રશાંત, નિંશ્વત ભાવ.
સાહસની પાસે જ તેના હાથમાં હાથ રાખીને એક નારી ઉભી હતી ઘૂંઘટથી ઢંકાયેલી ફક્ત તેની બે તીક્ષ્ણ આંખો જ ઘૂંઘટને ભેદીને અજવાળું પાથરતી દેખાઇ રહી હતી, એ હતી વિવેકશક્તિ.
બધાની વચ્ચે એક બીજાની પાસે આવતી જતી હોવા છતાં બધો વખત બધાંની નજીક જે દેખાતી હતી, તે હતી ઉદારતા. સજાગ, શાંત કાર્યરત અને વિવેકી. એ સમૂહમાં જે બાજુથી તે પસાર થતી હતી ત્યારે પોતાની પાછળ એક ઉજ્જવળ મૃદુ પ્રકાશની રેખા છોડી જતી હતી. એ પ્રકાશ જે તેનામાંથી નીકળીને પ્રસરી રહ્યો હતો, તે ખરેખર તો તેની શ્રેષ્ઠ સખી અને ચિર - સહચરી અને જોડિયા બહેન ન્યાયપરાણતા પાસેથી મળી રહ્યો હતો, પરંતુ તે તેની પાસે સૂક્ષ્મ રૂપે આવી રહ્યો હતો મોટાભાગની દ્દષ્ટિઓથી અદ્રશ્ય રહીને. ઉદારતાને ઘેરીને એક તેજસ્વી સેના રહેલી હતી; દયા, ધૈર્ય, નમ્રતા, સજ્જનતા અને બીજાં અનેક.
બધા જ આવી ગયા હતા, એવું બધા માનતા હતા, પરંતુ તે કોણ છે? સ્વર્ણદ્વાર પર પરાણે ઉપસ્થિત રહેલી વ્યક્તિ ? દ્વારપાળોએ ભારે મુશ્કેલીથી તેને અંદર આવવા દીધી હતી, ન તો તેમણે તેને કદી જોઇ હતી કે ન તો તેમને તેની આકૃતિમાં પ્રભાવશાળી વસ્તુ કાંઇ લાગી હોય. તે ઘણી જ નાની હતી, દુબળી, પાતળી કાયા, સામાન્ય પહેરવેશ, કંઇક ગરીબ જેવો હતો. ડરતી ડરતી, સંકોચાતી સંકોચાતી તે આગળ પગલાં માંડી રહી હતી. ચોક્કસ તે પોતાને આવા વૈભવવાળા સમારંભની વચ્ચે જોઇને ખોવાઇ ગઇ હતી. તે અટકી ગઇ વિચારી ન શકી કે તે કોની પાસે જાય.
પેલી બાજુ વિવેકશક્તિ પોતાના સાથીદારો સાથે થોડી વિચારણા કરીને, તેઓની વિનંતીથી એ આગંતુકા તરફ ગઇ, લોકો જ્યારે દ્વિઘામાં હોય ત્યારે વિચારવા માટે જેવું કરે છે, તેવું પોતાનું ગળું થોડું સાફ કરીને, તેની પાસે જઇને બોલી ; ‘‘ અહીં અમે બધાં જે ભેગાં થયાં છે, તેઓ એકબીજાના નામ અને ગુણ જાણીએ છીએ. આપને જોઇને અમને ભારે આશ્ચર્ય થાય છે, આપ વિદેશી જેવાં લાગો છે. આ પહેલાં આપને જોયાં હોય તેવું યાદ નથી. કૃપા કરીને આપ કહેશો કે આપ કોણ છો ?’’
નવાગતાએ લાંબો શ્વાસ લઇને કહ્યું; હાય ! અહીં પણ મને વિદેશી માનવામાં આવે છે. પણ એમાં મને કંઇ આશ્ચર્ય જણાતું નથી. મને તો ભાગ્યે જ નિમંત્રણ આપવામાં આવે છે. મારું નામ છે, કૃતજ્ઞતા.
આપણે એક જંગલી ઘોડાને વશ કરી શકીએ છીએ, પણ વાઘના મોંમાં લગામ ચડાવી શકતા નથી.
એમ કેમ ? કારણે કે વાઘમાં એક એવી દુષ્ટ અને ક્રૂર શક્તિ રહેલી છે કે, જે કોઇ પણ રીતે કાબૂમાં આવે એવી નથી અને તેથી તેના સાથે કોઇ પણ સારા વ્યવહારની અપેક્ષા ન રાખી શકીએ. ઉલટું. આપણે એ પ્રાણીનો નાશ કરવો વ્યાકુળ થઇ જઇએ છીએ, કેમકે એમ નહી કરીએ તો તે આપણને જ નુકસાન પહોંચાડે તેમ છે.
પરંતુ જંગલી ઘોડા શરૂ-શરૂમાં ભલે ગમે તેવો તોફાની હોય, અડિયેલ હોય તો પણ થોડી મહેનત અને ધીરજપૂર્વક આપણે તેને કાબૂમાં લઇ શકીએ છીએ. વખત જતાં તે આપણી આજ્ઞાનું પાલન અને આપણને પ્રેમ કરતો થાય છે, અને છેવટે તો આપણે તેને લગામ ચડાવવા જઇએ ત્યારે પોતાનું મોં આગળ ધરે છે.
(13)
મહંમદ પયગંબરને એક હુસેન નામે સગા હતા. તેઓ એક આલિશાન મકાનમાં રહેતા હતા. એમના ભંડાર ધનથી ભરેલા રહેતા હતા. એવા માણસને નારાજ કરવા એટલે કે એક ધનિકને નારાજ કરવો, અને ધનિકનો ક્રોધ તો ભયંકર જ હોય.
એક દિવસે હુસેન ભોજન કરતા હતા ત્યારે તેમનો એક ગુલામ ગરમાગરમ પાણીનું વાસણ લઇને ત્યાં થઇને નીકળ્યો. નસીબનું કરવું ને તેના હાથમાંનું થોડું પાણી છલકાયું અને હુસેન તો ક્રોધથી બરાડી ઉઠ્યા.
ગુલામ તેમની પાસે ઢીંચણિયે પડી ગયો. એનું મન તે વખતે ઘણું સ્વસ્થ હતું અને એથી એ પ્રસંગને બંધ બેસે તેવી કુરાનની એક આયાત તેને યાદ આવી ગઇ અને તે બોલ્યોઃ ‘સ્વર્ગ તો તેમને મળે છે કે જેઓ પોતાના ક્રોધને જીતી કાબુમાં રાખે છે.’
એ શબ્દોનો અર્થ સમજાતાં વેંત જ હુસેન બોલી ઉઠ્યાઃ ‘મને કાંઇ ક્રોધ ચડ્યો નથી.’ એટલે ગુલામ આગળ બોલ્યે ગયોઃ
‘અને સ્વર્ગ તેમને મળે છે કે જેઓ બીજાઓને ક્ષમા આપે છે.’
એ સાંભળીને હુસેન બોલ્યાઃ ‘હું તને ક્ષમા કરું છું.’
ગુલામ આગળ બોલતો રહ્યોઃ ‘- કેમકે જેઓ દયાળુ છે તે અલ્લાહને પ્રિય છે.’
એ પ્રમાણે વાતચીત થતી રહી તે દરમિયાન જ હુસેનનો સઘળો ક્રોધ ઓસરી ગયો. હુસેને જોયું કે તેમનું હૃદય ખૂબ જ કોમળ થઇ રહ્યું છે. તેમણે ગુલામને ઉભો કર્યો અને કહ્યું :
‘લે, આ ચારસો અશરફી લે. હું તને આજથી સ્વતંત્ર કરું છું.’
આ પ્રમાણે હુસેન પોતાના ઉદાર છતાં ઉતાવળા મન ઉપર લગામ ચડાવતાં શીખ્યા. એમના ઉમદા સ્વભાવમાં એવી કશી દુષ્ટતા ન હતી, ક્રૂરતા ન હતી કે જેને કદી કાબૂમાં લઇ જ ન શકાય.
(14)ગુલામ તેમની પાસે ઢીંચણિયે પડી ગયો. એનું મન તે વખતે ઘણું સ્વસ્થ હતું અને એથી એ પ્રસંગને બંધ બેસે તેવી કુરાનની એક આયાત તેને યાદ આવી ગઇ અને તે બોલ્યોઃ ‘સ્વર્ગ તો તેમને મળે છે કે જેઓ પોતાના ક્રોધને જીતી કાબુમાં રાખે છે.’
એ શબ્દોનો અર્થ સમજાતાં વેંત જ હુસેન બોલી ઉઠ્યાઃ ‘મને કાંઇ ક્રોધ ચડ્યો નથી.’ એટલે ગુલામ આગળ બોલ્યે ગયોઃ
‘અને સ્વર્ગ તેમને મળે છે કે જેઓ બીજાઓને ક્ષમા આપે છે.’
એ સાંભળીને હુસેન બોલ્યાઃ ‘હું તને ક્ષમા કરું છું.’
ગુલામ આગળ બોલતો રહ્યોઃ ‘- કેમકે જેઓ દયાળુ છે તે અલ્લાહને પ્રિય છે.’
એ પ્રમાણે વાતચીત થતી રહી તે દરમિયાન જ હુસેનનો સઘળો ક્રોધ ઓસરી ગયો. હુસેને જોયું કે તેમનું હૃદય ખૂબ જ કોમળ થઇ રહ્યું છે. તેમણે ગુલામને ઉભો કર્યો અને કહ્યું :
‘લે, આ ચારસો અશરફી લે. હું તને આજથી સ્વતંત્ર કરું છું.’
આ પ્રમાણે હુસેન પોતાના ઉદાર છતાં ઉતાવળા મન ઉપર લગામ ચડાવતાં શીખ્યા. એમના ઉમદા સ્વભાવમાં એવી કશી દુષ્ટતા ન હતી, ક્રૂરતા ન હતી કે જેને કદી કાબૂમાં લઇ જ ન શકાય.
એટલે, બાળકો, જો તમારાં માબાપો અથવા તો તમારા શિક્ષકો તમને તમારા સ્વભાવ ઉપર અંકુશ મૂકવાનું કહે તો તમારે એમ ન સમજવું કે તમારી અંદરના દોષ, પછી તે નાના હો કે મોટા, બિલકુલ સુધરી શકે તેવા જ નથી. ઉલટું, તમારે એમ સમજવાનું છે કે તમારું વેગીલું અને ઉતાવળું મન એક જાતવાન જુવાન વછેરા જેવું છે અને તેને તમારે એક લગામ પહેરવવાની છે.
કહો જોઇએ, તમને એમ પૂછવામાં આવે કે એક ગરીબડી ઝૂંપડી અને એક ભવ્ય રાજમહેલ એ બેમાંથી તમો શેમાં રહેવું પસંદ કરો, તો તમે શો જવાબ આપશો ? તમે જરૂર મહેલમાં જ રહેવાને તૈયાર થશો.
હજરત મહંમદ પયગમ્બરનો એક પ્રસંગ છે. એક વાર તેઓ સ્વર્ગની મુલાકાતે ગયેલા. ત્યાં તેમણે એક ઊંચા પ્રદેશ ઉપર ખૂબ જ ભવ્ય અને સુંદર મહેલો જોયા. આજુબાજુની જમીન ઉપર એ મહેલ ખૂબ જ શોભી રહ્યા હતા. તેમને સ્વર્ગ બતાવવા માટે એક દેવદૂતને સાથે આવેલો હતો. આ મહેલો જોઇને એ દેવદૂતને તેમણે પ્રશ્ન કર્યો.
‘હે જિબ્રાઇલ, આ મહેલો કોને માટે છે ?’
દેવદૂતે જવાબ દીધો, ‘જેઓ પોતાના ક્રોધને કાબૂમાં રાખે છે અને પોતાને હાનિ પહોંચાડનારને ક્ષમા કરી શકે છે તેમને માટે મહેલો છે.’
અને સાચે જ, જે મન શાંત છે, દ્વેષરહિત છે તે ખરેખર એક મહેલ જેવું જ છે. પણ તો પછી જે મન ખૂબ જ અશાંત, ધાંધલિયું, ઝેરીલું છે તેને શું કહેવાય ? ખરેખર એને મહેલ તો નહિ જ કહેવાય. આપણું મન એક મકાન જેવું છે. અને આપણે ધારીએ તો સ્વચ્છ, શાંત અને મધુર, સંવાદી સુરાવટથી ભરેલું રાખી શકીએ છીએ, અને ધારીએ તો એને એક અંધારી ભયંકર ગુફા જેવું પણ બનાવી શકીએ છીએ, અને અનેક કર્કશ ઘોંઘાટો અને બુમરાણોથી ભરી દઈ શકીએ છીએ.
ફ્રાન્સના ઉત્તર ભાગમાં આવેલ એક શહેરમાં રહેતો એક યુવાન મારા પરિચયમાં આવ્યો હતો. એ ઘણો જ સરલ અને નિખાલસ મનનો હતો, પરંતુ એનું હૃદય બહુ જ આવેશપ્રધાન હતું. કોઇ પણ ક્ષણે તે ગુસ્સે થવાને તૈયાર રહેતો.
એક દિવસે મેં એને કહ્યું ‘તું એક વાતનો જવાબ મને વિચાર કરીને આપીશ? તારા જેવા જોરાવર જુવાન માણસ માટે કયું કામ અઘરું ગણાય ? ધારો કે તારો એક મિત્ર તને આવીને મારી જાય તો તેના બદલામાં તેને તમાચની સામે તમાચ મારવી, એના મોં ઉપર એક મુક્કી લગાવી દેવો એ તને અઘરું કામ લાગે કે એ વખતે તારી મુક્કીને તારા ખિસ્સામાં નાખી દેવી એ તેને અઘરું લાગે ?’
‘મારી મુક્કીને ખીસ્સામાં નાખી દેવી એ,’ તેણે જવાબ દીધો.
‘તો હવે એ કહે કે તારા જેવા ઉત્તમ અને હિંમતવાન યુવકે સહેલું કામ હોય તે કરવું જોઇએ કે અઘરું હોય તે કરવું જોઇએ.’
એક મિનિટ તો તે વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો,
‘જે અઘરું હોય છે તે જ.’
‘તો હવે ભવિષ્યમાં કોઇ પ્રસંગ આવે ત્યારે અઘરું કામ હોય તે જ કરવાનો પ્રયત્ન કરજે.’
તે પછી થોડાક સમય બાદ તે યુવક એક દિવસ મારી પાસે આવ્યો અને સાચા અભિમાનપૂર્વક તેણે મને કહ્યું કે તે ‘પેલુ અઘરું કામ’ કરવામાં સફળ થયો છે.
પોતાની વાત કહેતાં તે બોલ્યો, ‘ અમારા કારખાનામાં મારો એક મિત્ર છે. એનો સ્વભાવ બહુ જ ખરાબ છે. એક દિવસ એણે ગુસ્સામાં આવી મને મારી દીધું. એને ખબર હતી કે હું કોઇને સામાન્ય રીતે કદી માફ કરતો નથી. હું ખૂબ જોરાવર છું એ પણ એ જાણતો હતો. એટલે મને મારી દીધા પછી એ પોતાના બચાવ માટે તૈયાર થઇ ગયો. એ જ વખતે મને આપે કહેલી વાત યાદ આવી, તરત જ આપે કહ્યા પ્રમાણે વર્તન કરવા મેં વિચાર કર્યો પણ એ તો મેં ધાર્યા કરતાં પણ ઘણું વધારે કઠણ દેખાવા લાગ્યું. તોપણ મેં તો મારી મુક્કીને ખિસ્સામાં નાખી દીધી. અને હું એ કરી શક્યો કે તરત જ મેં જોયું કે એટલામાં તો મારો ગુસ્સો ક્યાંય ચાલ્યો ગયો મારો હાથ લંબાવ્યો, એ જોઇ પેલાને ખૂબ જ આશ્રર્ય થયું. ઘડીભર તો તે મોં ફાડીને મારી સામે મૂંગો મૂંગો જોઇ જ રહ્યો, અને પછી એકદમ ધસીને તેણે મારો હાથ પકડી લીધો, મારા હાથને ખૂબ જોરથી દબાવ્યો અને ખૂબ જ પીગળી જઇને બોલ્યો, તારે મને જે કરવું હોય તે તું કરી શકે છે. હું હવે હંમેશા તારો મિત્ર જ રહીશ.
એ જુવાને પોતાના ક્રોધ ઉપર ખલીફ હુસેનની માફક જ કાબૂ મેળવ્યો હતો.
પરંતુ આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતો છે કે જેમના ઉપર પણ આપણે કાબૂ મેળવવાની જરૂર છે.
(15)કહો જોઇએ, તમને એમ પૂછવામાં આવે કે એક ગરીબડી ઝૂંપડી અને એક ભવ્ય રાજમહેલ એ બેમાંથી તમો શેમાં રહેવું પસંદ કરો, તો તમે શો જવાબ આપશો ? તમે જરૂર મહેલમાં જ રહેવાને તૈયાર થશો.