The season of celebrations has begun with Rakshabandhan - a special occasion to cherish the affection and love that bonds brothers and sisters in each family. A festival, possibly unique to India, the true significance of this is the expression of universal fraternity where we celebrate the fact that we are blessed with wonderful human beings around us and pray for their longevity, well being and fulfillment of their highest aspirations. The calendar is dotted this time of the year with several festivals, unique to our soil and culture such as Pateti, Id and Janmashtami.
Just as these festivities go on, we are also celebrating the 50th year of the formation of our State - the Golden Jubilee or Swarnim Jayanti of Gujarat. September, with its pleasant verdure and chirping of birds, has been specially designated as the month of Swarnim celebrations of the Education Department. Proponents of festivals and events claim that these events give a shake-up, as it were, to our routine, humdrum processes in various institutions and offices, while the opponents claim that such events detract us from our routine, basic tasks. However, I would think that in this polarised world view, the truth is at the apex middle. Not only do such celebrations give us a reason to look back and rejoice at our achievements but they also goad us to go the extra mile to put in our heart and soul to ensure that targets are not only met but due care is taken of the quality and process dimensions.
Such occasions often help release and harness the chained, dormant, creative energies that are otherwise shackled in lack lustre classrooms and teaching, learning processes.
A celebrated talk by Sir Ken Robinson questions if schools kill creativity. A study by Howard Gardner's Project Zero at Harvard involved developing intelligence tests for babies. The project also tested older subjects. The researchers found that up to age four, almost all the children were at the genius level, in terms of the multiple frames of intelligence that Gardner talks about - spatial, kinesthetic, musical, interpersonal, mathematical, intrapersonal, and linguistic. But by age twenty, the percentage of children at genius level was down to 10 percent, and over twenty, the genius level proportion of the subjects sank to 2 percent.
With a view to making a difference, the Saptadhara initiative has been introduced in the colleges of the State to tap the multiple intelligences that students are endowed with.
September will witness a series of events in each school, college and University to give expression to the talents and multiple intelligences of students and most importantly, their highest aspirations.
We invite each one of you to be a part of this great movement and have songs on your lips as your feet tap for a dance, hands clutch the racquet and ball, eyes catch some beautiful butterflies, the heart warms up to comfort a crying child and some excellent verses flow through the flute like vessel that you are.
Smt. Jayanti S. Ravi
રક્ષાબંધન આવતાં જ તહેવારોની ઋતુ શરૂ થઇ જાય છે. આ તો એક અનોખો તહેવાર છે, જે પ્રત્યેક પરિવારમાં ભાઇ અને બહેનને પ્રેમ તથા લાગણીથી જોડે છે. ભારતમાં આ તહેવાર કદાચ અનન્ય છે. એનો ખરો અર્થ તો વિશ્વબંધુત્વની ભાવનાને પ્રગટ કરવાનો છે. આપણું એક સદભાગ્ય છે કે આપણે અદભુત માનવજાતિથી વીંટળાયેલા છીએ અને એટલે જ તેના શ્રેય માટે, તેના દીર્ઘાયુષ્ય માટે તથા તેની સર્વોચ્ચ આકાંક્ષાઓ ફળીભૂત થાય તે માટે આપણે આમ તહેવારો દરમિયાન પ્રાર્થના કરીએ છીએ. આ વર્ષનું કેલેન્ડર અત્યારના આ સમયમાં આપણી ભૂમિ અને આપણા સંસ્કારને અનુરૂપ કેટલાક વિશિષ્ટ તહેવારો દર્શાવી રહ્યું છે. જેવા કે, પતેતી, ઇદ, જન્માષ્ટમી. જેમ આ તહેવારો ચાલી રહ્યા છે, તેની સાથે સાથે આપણે આપણું રાજય બન્યું, તેના ૫૦મા વર્ષની સ્વર્ણિમ જયંતિ પણ ઉજવી રહ્યા છીએ. સપ્ટેમ્બરના પ્રસન્ન મધુર વાતાવરણમાં, પક્ષીઓના કલરવ વચ્ચે, શિક્ષણ વિભાગે આ મહિનાને સ્વર્ણિમ ઉત્સવ રૂપે ઉજવવાનું નકકી કર્યું છે. ઉત્સવના પ્રસંગો જૂની ઘરેડમાં ચાલતી આપણી સંસ્થાઓ અને કાર્યાલયોને ચાલુચીલામાંથી બહાર કાઢીને આપણને તાજા-માજા કરી દે છે. હું ધારું છું કે આની પાછળ એ સત્ય રહેલું છે કે આ ઉત્સવો આપણને આપણા ભૂતકાળમાં ડોકિયું કરાવે છે, આપણે જે કંઇ પાપ્ત કર્યું, એ માટેનો આનંદ આપે છે, એટલું જ નહીં પણ સાથે સાથે હવે પછી આપણે જે મંઝિલ કાપવાની છે, તેમાં આપણે મન અને હદય મૂકીને કામ કરીએ, તથા જે ધ્યેય પ્રાપ્ત કરવાનું આપણે નકકી કર્યું છે, તે પૂરી કાળજીથી, ગુણવત્તાનું ધ્યાન રાખીને યોગ્ય માર્ગે પ્રાપ્ત કરીએ, તે માટે સજ્જ કરે છે.
આવા પ્રસંગો મોટેભાગે આપણને વર્ગખંડોના શિક્ષણ કાર્યમાં જે મંદતા, જે શિથિલતા અને જે યાંત્રિકતા આવી ગયાં છે, તથા સર્જનાત્મક શકિત જે રીતે રૂંધાઇ રહી છે, તેમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. સર રોબિન્સનના વકતવ્યમાં એ પ્રશ્ન હતો કે શાળા સર્જનાત્મકતાનો હ્રાસ કરે છે. હાર્વડ ગાર્ડનરે બાળકો માટે બુધ્ધિશકિતની કસોટીનો પ્રોજેકટ હાથ ધર્યો. આ પ્રોજેકટ દ્વારા સંશોધકોને તારણ એ મળ્યું કે ચાર વર્ષની વય સુધીનાં લગભગ બધાં જ બાળકો નૈસર્ગિક બુધ્ધિપ્રતિભાના ‘જીનિયસ લેવલ’ પર હતાં. ગાર્ડનરે આ કસોટીમાં વિશાળતા, કાર્યશીલતા, પારસ્પારિક સંબંધ, ગણતરીશાસ્ત્ર, આંતરસમજ તથા ભાષાકીય જ્ઞાન આવરી લીધાં હતાં. હવે જયારે તેમણે આ કસોટી વીસ વર્ષની વય સુધીના બાળકોમાં પ્રયોજી, ત્યારે એ બાળકોનું જે ‘જીનિયસ લેવલ’ હતું, તે દશ ટકા નીચું ગયું હતું અને વીસ વર્ષથી ઉપરના બાળકોમાં તો એ એથી પણ બે ટકા વધારે નીચું ગયું હતું. આ તફાવતને ધ્યાનમાં રાખીને રાજયની કોલેજોમાં વિદ્યાર્થીઓની બહુવિધ પ્રતિભા કેવી રીતે વિકસે તે માટે સપ્તધારા કાર્યક્રમ દાખલ કરવાનું વિચાર્યું. પ્રત્યેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની કુશળતા અને બહુવિધ પ્રતિભાને વેગ આપવા, તથા સહુથી વધુ તો તેમની ઉચ્ચ આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાના પ્રસંગોની છાબ લાવનાર મહિનો એટલે સપ્ટેમ્બર. આ મહાન ચળવળના ભાગ બનવા માટે અમે, તમારામાંના પ્રત્યેકને આમંત્રણ આપીએ છીએ.
જેમાં તમારા હોઠો પર સંગીત હોય, એના તાલે તમારા પગ નૃત્ય કરતા હોય, તમારા હાથ રેકેટ અને બોલથી ઝૂમતા હોય, તમારી આંખો સુંદર પતંગિયાના રંગોથી ચમકતી હોય, તમારું હદય રડતા બાળકને છાનું રાખવા ઉછળી રહ્યું હોય, અને તમે પોતે જ એક એવી વાંસળી બની ગયા હો કે જેના અદભુત સૂરો સમગ્ર વાતાવરણને આનંદથી ભરી દેતા હોય.
શ્રીમતી જયંતિ રવિ
સંપાદકીય-લેખ.