Thursday, August 12, 2010

Editorial

People we meet often ask us the meaning of Children's University. Will it be a place teeming with children, pacing up and down, jostling each other, talking boisterously over the loud din and noise of a thorns and young voices. The answer is "note quite". The Children' University is conceived as a centre focusing on Research, Extension, Training and Education on all different aspects related to children.

Having said this, the question posed with that powerful, visual image of a bustling centre filled with children in overcoats and pensive eyes, discussing their ideas, dreams and aspirations does catch our fancy!

What if we really had a hall fully abuzz with children, their voices and spirited discussions? The Children's University could organise a Children's Conference with parallel sessions on issues ranging from their idea of an ideal childhood, their construct of a developed nation and their aspirations of a harmonious future.

Education, Science , Games, art, music and meditation for children could be some of the themes. Such a conference could also be provided with comfortable zones and halls filled with silence. Instead of inspiring a heavy dictat of silence, they could be inspired to taste the sweetness of silence.

This is akin to what Madame Montessori once did. She got the children to silence their breaths as they strained to hear the silent breath of their special teacher. The inspiring teacher who kept quiet and led them gently into stillness was a little baby! This was a tiny infant wrapped tightly as was the practice in Italy then. Maria Montessori took the infant from a mother holding the baby in the courtyard. The four-months' old baby was tightly swathed in the bands moulded around her little body, having no other covering and was known as pupi (puppet). This was the custom then among the people of Rome. The chubby, restful baby was an armful of peace and poise. The baby was comfortably asleep in the tight, comfortable hug of the fabric that wrapped it. The curious class approached Maria Montessori as she walked into class with this baby in her hand and called the baby their 'special teacher'. This special teacher on that memorable day, taught the young class to taste and relish silence as she inspired them with her blissful quiet. While the warps of discussions, questions, deliberations and analysis would help tone the intellectual strength, the wefts of silence would help tone the inner strength of the young nimble minds full of possibilities.

The Children's University would, in the coming years, like to organise a grand conference of children from different parts of our country - children who will share their dreams, thoughts and multi splendoured achievements. These children would also be carefully led into new dimensions of discovery as they walk towards new worlds of tomorrow.
Smt. Jayanti S. Ravi
અગ્રલેખ

ઓગસ્‍ટ ૧ર, ૨૦૧૦,
લોકોને જયારે મળવાનું થાય છે, ત્‍યારે તેઓ વારંવાર, ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી શું છે, તે વિષે પૂછે છે, શું તે એકબીજા સાથે ધીંગામસ્‍તી કરતાં, આવેશપૂર્વક કે ધીમેથી વાતો કરતાં બાળકોનાં મધુર કલરવોથી ઉભરાતું સ્‍થળ હશે ? જવાબ છે, સાવ એવું તો નથી. બાળકોના સંદર્ભમાં શિક્ષણના વિવિધ પાસાંઓ જેવાં કે, સંશોધન, વિસ્‍તરણ, પ્રશિક્ષણ વગેરેને કેન્‍દ્રમાં રાખીને આ ચિલ્ડ્રન્‍સ યુનિવર્સિટી વિષે વિચારાયું છે. આટલું કહ્યા પછી આપણી સામે પ્રત્‍યક્ષ થાય છે, શકિતસંપન્‍ન, પ્રફુલ્‍લિત બાળકોથી ઉભરાતું-રંગબેરંગીવસ્‍ત્રો, કુતૂલહભરી આંખો, સ્‍વપ્‍નીલ વિચારો અને અભિલાષાઓથી સભર દ્રશ્ય.
આપણી પાસે ખરેખર એક એવો હોલ હોય કે જેમાં બાળકોના કિલકિલાટ અને જુસ્‍સાભર્યા સંવાદો થતા હોય. ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળકોનું એક સંમેલન ગોઠવી શકે અને તેની સાથે સાથે એક એવું પણ સંમેલન ચાલતું હોય કે જેમાં આદર્શ બાળપણ વિષેના, વિકસિત રાષ્‍ટ્રના નિર્માણ વિષેના અને સંવાદિતાપૂર્ણ ભવિષ્‍યની તેમની આશાઓ વિષેના વિચારોથી માંડીને અનેક મુદ્દાઓની ચર્ચા થતી હોય.
શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, લલિત કલાઓ સંગીત અને ધ્‍યાન – આ બધું બાળકો માટેનું વિષયવસ્‍તુ બની શકે. આ પ્રવૃત્તિઓને યોગ્‍ય વિભાગોમાં વહેંચી દેવામાં આવે અને આ બધા જ ખંડોમાં શાંતિ છવાયેલી હોય પરંતુ એ શાંતિ ફરજિયાત લાદેલી ન હોય. તેઓ જાતે જ શાંતિના માધુર્યનો અનુભવ કરે, એ માટે તેમને પ્રેરિત કરવા જોઇએ.
આ કાર્ય મેડમ મોન્‍ટેસરીએ એક વખત કરી બતાવ્‍યું છે. તેઓ એક સાવ નાના બાળકને પોતાના હાથમાં લઇને વર્ગમાં પ્રવેશ્‍યાં. આ બાળક માત્ર ચાર જ મહિનાનું હતું. તે વખતે ઇટાલી-રોમમાં એવો રિવાજ હતો કે, નાનાં બાળકને કપડાંથી ચારે બાજુથી બાંધી દેવામાં આવે. તે પ્રમાણે આ બાળક ચારે બાજુથી બંધાયેલું, સારી રીતે ગોટપોટ કરેલું હતું. તેના શરીર પર એક પણ કપડું પહેરાવેલું નહોતું. પણ તેને ચૂસ્‍ત રીતે બાંધી દેવામાં આવ્‍યું હતું. એ બંધાયેલી સ્‍થિતિમાં પણ બાળક નિરાંતે ઉંઘતું હતું, તેને જે કપડાંથી બાંધ્‍યું હતું, તેનાથી તેને જાણે કે હૂંફભર્યું આલિંગન મળતું હતું. વર્ગમાં આવીને મેડમ મોન્‍ટેસરીએ બાળકોને કહ્યું, ‘‘ આ તમારો ખાસ શિક્ષક છે.’’ બધાં બાળકો કુતૂહલવશ એમને વીંટળાઇ વળ્યા. મેડમે બાળકોને પોતાના શ્વાસોને શાંત કરવા કહ્યું કે જેથી તેઓ તેમના ખાસ શિક્ષકના શાંત શ્વાસને સાંભળી શકે. એ યાદગાર દિવસે આ ખાસ શિક્ષકે એ નાના વર્ગને શાંતિ અને તેના દ્વારા મળતા આનંદની મઝા કેવી હોય છે, એ શીખવ્‍યું. તથા એ દ્વારા શાંતિની પ્રેરણા આપી. આપણે ચર્ચાઓ, પ્રશ્નો, વાદવિવાદો અને વિશ્લેષણોના બંધનો દ્વારા બાળકોને શાંતિના પાઠ ભણાવીએ તે કરતાં તેમના કુમળા મન ઉપર આવા પ્રયોગોની જે અસર થાય છે, તેમાં અનેકગણી શકયતાઓ રહેલી છે.

આગામી વર્ષોમાં ચિલ્ડ્રન્‍સ યુનિવર્સિટી એક ભવ્‍ય સંમેલન યોજવા ઇચ્‍છે છે કે જેમાં દેશના દરેક ભાગમાંથી બાળકો આવે અને પોતાનાં સ્‍વપ્‍નાંઓ, વિચારો અને વિશેષતાઓની એકબીજા સાથે આપલે કરે અને આપણે આવાં બાળકોને ભવિષ્‍યની નવી દુનિયા પ્રત્‍યે પગલાં માંડવા માટે તથા નવી નવી ક્ષિતિજોની શોધ કરવા માટે ખૂબ જ સાવચેતીપૂર્વક લઇ જઇ શકીએ.

શ્રીમતી જયંતિ રવિ