‘‘એ મોટા માથાળા’’કાંઈ જવાબ નહિ. ‘‘એ, ગધા – એ મૂરખ તારું માથું ડૂંગળી જેવું છે.’
છતાંયે કશો જવાબ નહિ.સંધ્યાટાણું થયું હતું, અંધારું પથરાવા માંડયું હતું. એથેન્સના સભાગૃહમાંથી એક તેજસ્વી રાજપુરુષ પોતાના ઘરભણી જતો હતો, એની પછવાડે એક લોફર જુવાન એને સરસ્વતી સંભળાવી રહ્યો હતો. ઘેર પહોંચતાં અંધારું થયું. પણ પેલો તો પછવાડે ગાળો સંભળાવતો આવતો હતો.
ઘરમાં દાખલ થતાં-રાજપુરુષે દરવાનને કહ્યું.
‘‘મશાલ લાવ-ને આ જુવાનને ઘર સુધી મૂકી આવ.’’
રાજપુરૂષ હતો પેરીકલીસ. નવા એથેન્સનો વિધાતા.
સંસ્કાર ને સત્તા, વિવેક ને અધિકાર, લક્ષ્મી ને સરસ્વતી એ બધાં ઝાઝો વખત સાથે ચાલતાં નથી; બહુ જ અપવાદ રૂપ પ્રસંગોમાં ઈતિહાસમાં આ બધાનો સંગમ થયો છે. અધિકારીઓમાં વિવેક હોતો નથી એ જગતજાણીતો અનુભવ છે. ને સત્તાએ સંસ્કારિતાને પોષવાનો કે આશ્રય આપવાનો ઢોંગ કર્યો છે પણ પોતે સંસ્કારી થવાની વાત આવતાં જ દં ડ પર જ વિશ્ર્વાસ રાખ્યો છે, ને લક્ષ્મી-સરસ્વતી નું રૂસણું કયાં કોઈથી અજાણ્યું છે.
ઈતિહાસમાં પેરીકલીસ ને એનું એથેન્સ વિરલ અપવાદ છે. જાણે સોનેરી સ્વપ્નું. વિજ્ઞાનિકો, કલાકોવિદો, રાજનીતિશાસ્ત્રીઓ,ને તત્ત્વજ્ઞોએ વારેવારે એ સોનેરી સ્વપ્ના તરફ નજર માંડી છે, ને તે દિવસો ગયા ! કહીને નિસાસો મૂક્યો છે.
૩૦-૪૦ વર્ષના એ ટુંકા ગાળામાં એથેન્સે કેટકેટલા મહાપુરૂષો આપ્યા છે. મહાશિલ્પી ફીડીયાસ, કરુણાંત નાટકોના સ્વામી સમા સોફોકલીસ ને યુરીપીડીસ, હાસ્ય રસવેત્તા એરીસ્ટોફેનીસ, તત્ત્વજ્ઞાનના જન્મ આપનાર આનાગોરસ-ઝેનો ને સોક્રેટીસ-એક હજાર વર્ષમાં પણ આ નરદેવોની સમોવડમાં ઊભા રહે તેવું બીજું મંડળ યુરોપે નથી આપ્યું. પેરીકલીસની રાજનીતિએ આ બધાને પૂરબહારમાં ખીલવાને અવકાશ આપ્યો, ને એથેન્સને વિધા ને કલાનું ધામ બનાવ્યું.
ઈરાની શહેનશાહને હરાવ્યાં પછી એથેન્સે આશ્ચર્ય જનક ફેલાવો કર્યો હતો. ઈટાલી, ઈજિપ્ત, એશિયામાઈનરઈજિયન સમુદ્રના બેટો-ઉત્તરમાં છેક કાળાસમુદ્રના છેડા પર એમ ચારે બાજુ એણે પોતાના થાણાં નાખ્યાં હતાં-પણ એ થાણાં ભુલાઈ જાત, જો એથેન્સનો સુવર્ણયુગ ન હોત તો. સુવર્ણયુગે વિજ્ઞાન, તત્વજ્ઞાન ને સંસ્કારરિતાની જે ફોરમ વેરી તે ઊંચા હીનાના અત્તર જેવી ફાટે પણ ફીટે નહિ તેવી હતી. એ બધાં થાણાં તો એથેન્સનાં હાથમાંથી છટકી ગયાં, એથેન્સ પોતેય રગદોળાઈ ગયું, પણ ત્યાંના નીલામ્બર આકાશની નીચે મુક્ત હવામાં એ પચીશીમાં જે સંસ્કૃતિ ફાલી તેનાં બી અફઘાનિસ્તાનથી માંડી સ્પેન સુધી ફેલાયાં.
ગ્રીક પ્રજા આમે ભારે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલી છે. મનને હરી લે તેવી ખીણો વચ્ચે જ આખું ગ્રીસ વહેંચાયું છે, કુદરત ત્યાં સવાર ,બપોર અને સાંજ નોખાનોખા વેશ સર્જે છે. આ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે સ્વાતંત્ર્ય ને વિજયની ભરતીનો એથેન્સની પ્રજાએ અનુભવ કર્યો. ને એને માનુષી હાથે જ દૈવી સૌંદર્ય નિર્માણ કરવાની જાણે વ્યાપક ઝંખના થઈ આવી. પેરીકલીસે એને વધાવવા રાજલક્ષ્મીને તૈયાર રાખી; એથેન્સ પેરીકલીસના રાજ્ય કાળમાં સીસીલીથી માંડી ને તે શ્યામ સમુદ્ર સુધી લગભગ ૧૦૦૦ શહેરો પર આધિપત્ય ભોગવતું હતું. આ બધામાંથી ફૂલની સુવાસે જેમ ભમરા આવે તેમ પેરીકલીસના એથેન્સના આકર્ષણે ચિત્રકારો, સ્થપતિઓ, મૂર્તિવિધાયકો, કવિઓ , તત્વજ્ઞો ને સૌંદર્ય મીમાંસકો આવીને વસવા લાગ્યા.
લોકો આ બધાનો પૂરો લાભ લે. ઈરાની શહેનશાહના પરાજયે એથેન્સને જે વડપણ ને લક્ષ્મી બંને આપ્યાં હતાં તે સંસ્કાર બળે ટકાવે ને શોભાવે તેવી પેરીકલીસની ગણતરી હતી. ને એ માટે જરૂરી એ હતું કે લોકો સંસ્કારી વિચારક ને નગરનિષ્ઠ થાય. એ હેતુથી એણે એથેન્સના પ્રજાતંત્રમાં બે મોટા ફેરફાર કર્યા એક તો એણે એથેન્સની લોકસભામાં બેસનાર સભાસદોને રોજનું ભથ્થું આપવાનું શરૂ કર્યું; જેથી ગરીબ લોકો પણ રાજ્યવહીવટમાં ભાગ લઈ શકે. આપણે આગળ જોઈ ગયા છીએ કે એથેન્સમાં જે પ્રજાતંત્ર હતું તે સહેજ જુદી જાતનું હતું, ત્યાં બધા પ્રજાજનો સીધો વહીવટ કરતા. આજે જેમ ચૂંટાઈને થોડા લોકો વર્ષમાં ગણ્યા દહાડા મળીને વહીવટની રેખાઓ દોરી આપે છે તેમ નહોતું. ત્યાં પ્રતિનિધિ પ્રથા નહોતી. ત્યાં તો લગભગ રોજ લોકસભા કામ કરતી. આ સ્થિતિમાં રોજનો રોટલો કમાનારા વર્ગ એમાં બેસીને ભાગ લેવા જાયતો કમાવું ક્યારે ને ખાવું શું એ પ્રશ્ર્ન મોટો હતો; એટલે અધિકાર હોવા છતાં વ્યાજબી ઉપભોગ થઈ શકે તે ઘણાને માટે શક્ય નહોતું. પેરીકલીસે લોકસભા ને સેનેટમાં જેને બેસવાનું હોય તેને રોજના ૨ રૂપિયા આપવાનું ઠરાવી લોકોને ભાગ લેવાની સગવડ કરી આપી. એવું જ એનું બીજુ પગલું હતું જૂના જમીનદારોની બનેલી ન્યાયસભા-એરોપેગસના હાથમાંથી સત્તા લઈને લોકોની બનેલી ન્યાયકચેરીને સત્તા આપવાનું. આ એરોપેગસ રાજદ્રોહી કેસોમાં અમર્યાદિત સત્તા ભોગવતી-એરીસ્ટેડીસે, એમાં થોડો સુધારો કર્યો હતો-પણ જમીનદારોનો એ ઢગ તુટયો ન હતો. પેરીકલીસ ને એથેન્સની સામાન્ય પ્રજા એમ માનતાં કે પ્રજાનો વહીવટ એ નામ માત્ર ન જોઈએ. એણે લોકોના ૧૫૦૦-૧૫૦૦ ના મંડળો બનાવ્યાં-ને આ મડળોને ન્યાયસત્તા સોંપી. એમને મદદ કરવા એક ન્યાયાધીશ રાખેલો ખરો પણ આખરી સત્તા તો આ મંડળને જ હતી. આ માટે ચિઠ્ઠીઓ નખાતી એટલે આવતી કાલે ક્યું મંડળ ન્યાયાલયમાં બેસશે તેની કોઈને અગાઉથી ખબર ન પડતી ને ખબર પડે તોપણ એટલા મોટા સમુદાયને લાંચ આપવી તે અશકય હતું. ગ્રીસમાં શ્રીમંત ગુનેગારો લાંચ આપીને છટકી ન જાયતે પણ આ વ્યવસ્થા પાછળનો એક હેતુ હતો. કારણકે આમ લાંચ ન જ લે તેવી એક વ્યક્તિ મળવી મુશ્કેલ હતી. થેમીસ્કલીસે લાંચ લીધી ને દેશદ્રોહ કર્યો એ પછી લોકોએ વાત સમજી ગયા હતા. ત્રીજી વસ્તુ જે પેરીકલીસે કરી તે ગરીબ લોકો નાટયઘર અને ઉત્સવોમાં રાજ્યને ખર્ચે જઈ શકે તે સારૂ દરેક નાગરીકને રાજ્ય દરવર્ષે ચોકકસ રકમ આપે તેવો કાયદો કરવાનું પગલું હતું.

લોકોએ જો સામાજિક ને રાજકીય વહીવટ કરવો હોય તો બે વસ્તુઓ અનિવાર્ય હતી. ઉચ્ચ સંસ્કારીતા ને ગરીબીના ઓળામાંથી મુક્તિ. વ્યાપાર ને ૧૦૦૦ શહેરો પોતાના સંરક્ષણ માટે સંઘને જે આમદાની આપતા તેણે એથેન્સની તિજોરી તર કરી હતી. એવું જ ત્રીજું આવકનું સાધન હતું લોરીયમની રૂપાની ખાણો. સાચી રીતે કહીએ તો એથેન્સની ઉન્નતિમાં આ રૂપાની ખાણોનો ફાળો નાનોસૂનો નહોતો, એ શોધાયા પછી જ નૌકાબળનો વિકાસ થયો ને એ જ નૌકાબળોને જોરે ઈરાની શહેનશાહ હાર્યો. પેરીકલીસની વિશિષ્ટતા આ લક્ષ્મીને વિધા અને કલાના ઉત્તેજનમાં વાપરવાનો આગ્રહ રાખવામાં હતી. કારણ કે એથેન્સમાં બધા જ કાંઈ શરૂઆતમાં એના મતના નહોતા. ખાસ કરીને જમીનદારો આ રીતે લોકો રાજ્યવહીવટમાં ભાગ મળે, એ વધારે બુદ્ધિશાળી, વાદકુશળ, સૂક્ષ્મ સંસ્કારિતાવાળા થાય તે જરીકે ઈચ્છતા નહોતા; એ બધા વારેવારે આ બધું ધન સૈન્ય જમાવવામાં ને સામે કાંઠે ફેલાયેલ ઈરાની સામ્રાજ્ય સામે લડતાં રહેવામાં ખરચાય તે જ બરાબર ગણતા. મોટા સંગ્રામો, મોટા સામ્રાજ્યોમાં નાગરિક પ્રજા અટવાઈ રહે, ને પોતે એમના નેતા તરીકે એમને એક પછી બીજા યુદ્ધમાં દોરવ્યા કરે એ એમની ઈચ્છા હતી, ખૂબ પ્રામાણિક માણસો હોય તેમ એ આગેવાનો કહેતા કે સંઘના બીજા ભાગીદારો જે નાણું આપે છે તે કાંઈ એથેન્સને શણગારવા માટે નથી આપતા, એ ગ્રીસના રક્ષણ માટેનું ધન છે. પેરીકલીસે એમને બોલવાનો અવકાશ ન રહે એટલા માટે શરૂઆતમાં નવું બંદર, ગોદી, ને કાફલો તૈયાર કર્યાં હતાં. એથેન્સનું બંદર પીયરસ એથેન્સથી ચાર માઈલ દૂર હતું ત્યાં સુધીની મોટી દીવાલ બંને બાજુએ બાંધી શહેર ને બંદરને એક જ કિલ્લેબંદીથી સાંકળી દીધા હતા. એકીસાથે બે ગાડાં ચાલ્યાં જાય એટલી એ પહોળી દીવાલ હતી. ૬૦ વહાણોનો કાફલો ઈજિયનસમુદ્રમાં ઘૂમ્યા જ કરતો. આટલું કર્યા પછી એણે એક્રોપોલીસની ટેકરી પર દેવભવનસમું પાર્થિનોન બાંધવાનું ફીડીયાસને કહ્યું, એમાં એથેનાની એક મહાકાય મૂર્તિ હતી, જે દૂર દરિયામાંથી પણ નાવિકોને દેખાતી, એક બીજી મૂર્તિ હાથદાંત ને સોનાની ફેડીયાસ તૈયાર કરતો હતો. બીજા નાના મોટા શિલ્પીઓ વિધાભવન, ક્રીડાભવન રંગભૂમિ બાંધવામાં રોકાયા હતા-આ બધા કામમાં પેરીકલીસ છૂટે હાથે દ્રવ્ય ખરચ્યે જતો હતો., ને શિલ્પીઓ ને કવિઓ પોતાના અંતરના સ્વપ્ન સમાં સર્જનો પ્રગટાવ્યે જતા હતા; પણ એના વિરોધીઓ લોકોને ભડકાવતા હતા-‘‘ઈરાની સેના આવશે ત્યારે આ ફૂટડાં પૂતળાં કાંઈ રક્ષણ કરવા નહિ ઊભાં થાય, આ બધી કવિતાઓ એ વખતે ખપ નહિ લાગે. પેરીકલીસ ધનને વેડફી રહ્યો છે. એકવાર પેરીકલીસે આ બધાં શિલ્પ-સ્થાપત્યનું અંદાજખર્ચ લોકસભા આગળ રજૂ કર્યું ત્યારે એના લાખોના આંકળા જોઈ લોકોએ મંજૂર કરવાની ના પાડી. પેરીકલીસ શાંતિથી કહે-
‘‘કાંઈ હરકત નથી- તો પછી એ બધાં શિલ્પ નીચે મારું નામ મૂકવા દો-હું એનું ખર્ચ વેઠીશ.’’
લોકો પોકારી ઉઠ્યા-‘‘ના. ના. તમતમારે ખર્ચ કરો, અમે મંજુર કરીએ છીએ.’’
જે લોકો સોફોકલીસનાં નાટકોની મજા માણી શકે તે આ જવાબ આપે તે સમજી શકાય છે. માત્ર દુ:ખની વાત એ છે કે આ જ વાતાવરણ આખા ગ્રીસનું નહોતું ગ્રીસમાં એથેન્સ હતું, તેમ જ સ્પાર્ટા પણ હતું એકના હાથમાં જલસેના હતી, તો બીજાના હાથમાં સ્થલસેના. એકમાં હતું સૌંદર્ય, તો બીજામાં હતી શિસ્ત. એકમાં હતું ચિંતન તો બીજામાં હતું કાર્ય-જે બેને ભેગાં થવાની જરૂર હતી. તેજ બે એક બીજા સાથે આથડતાં હતાં. જે આગેવાનો પેરીકલીસના વિરોધીઓ હતા તેમનું જયારે લોકો ન સાંભળતા ત્યારે એ સ્પાર્ટા તરફ વળતા.
એથેન્સની વધતી જતી કીર્તિ જોઈને સ્પર્ટાની આંખમાં મરચાં છંટાતાં હતાં. એથેન્સના લોકોમાં પેરીકલીસ વિષે અસંતોષ ફેલાવતાં વાર લાગે તેમ હતું. પણ સંઘ રાજ્યના બીજા ભેરૂઓમાં એથેન્સ વિષે કડવાશ ઉભી કરવામાં ઝાઝો વખત લાગે તેમ ન હતું ; કારણકે મૂળે જ ગ્રીક લોકો શહેરી સંકુચિતતામાં જ સઘળું સ્વાર્પણ કરવાવાળા હતા. એ બધા શહેરની મધ્યની ટેકરી પરથી જેટલું દેખાય તેટલું પોતીકું ને તેની લીટી બહારનું તે પારકું એ સહજ માન્યતામાં ઊછર્યા હતા. એમને માટે આ સંઘ રાજ્ય એ અખતરો નવો હતો, એ અખતરાને પ્રેરનાર ધીર શાંતમતિ ને ઉદારમનના એરીસ્ટેડીસ એનો પાયો જરાક મજબૂત થાય તે પહેલાં જ દેવલોક પામ્યો હતો; આ સ્થિતિમાં પેરીકલીસે સંઘરાજયોનો ખજાનો જે અત્યાર સુધી ડેલોસના તટસ્થ બેટમાં સર્વાનુમતિથી રહેતો હતો તે એથેન્સમાં ખસેડયો એ વાતે અવિશ્ર્વાસનું બી રોપ્યું. એથેન્સ સંઘ રાજ્યમાં એક ભાગદાર હતું કે સર્વોપરી હતું? એમ સૌ અંદર અંદર પૂછવા માંડયા; પણ પેરીકલીસને આની પડી ન હતી, એ તો કહેતો હતો કે એ ધનનો ઉપયોગ ગ્રીસના રક્ષણ માટે નક્કી થયો હતો ને એ રક્ષણ તો એથેન્સનો નૌકાકાફલો કરતો જ હતો. પછી એ ધનનો શું ઉપયોગ કર્યો તે પૂછવાનો હક્ક બીજાં શહેરોને ન હતો. એમણે તો ફક્ત રક્ષણ થતું કે નહિ તે જ પૂછવાનું હતું.
એ વાત પણ સાચી જ હતી કે આખા ઈજિયનનું રક્ષણ અસરકાક રીતે એથેન્સે કર્યું હતું; બાકીનાએ સ્વેચ્છાથી જ એ સોંપ્યું હતું, કારણકે મૂળે તો દરેક વહાણને માણસો આપવાની એરીસ્ટેડીસની દરખાસ્ત હતી. પણ કેટલાક શહેરોએ એને બદલે રોકડ નણું જ સંઘની તિજોરીમાં ભરવાની વાત મૂકી હતી, ને ધીમે ધીમે ઘણાખરા તેમજ કરવા માંડયા હતા. જંજાળ ઓછી એવી એમની સમજણ હતી. પૈસા આપીને છૂટી જવાનું એ વ્યાપારી માનસ અયોગ્ય હતું એમ એમણે પણ પેરીકલીસની દલીલ સાંભળી ત્યારે દેખાયું-કારણકે એઓ એક સંઘના ભાગદાર રાજ્યે રહેવાના બદલે જાણે આશ્રિત હોય તેમ પેરીકલીસનો ધ્વનિ હતો. સંભવ છે કે ખજાનો એથેન્સે ખસેડયો ને આ દલીલો પેરીકલીસે કરી એ કારણે જ વીનબુડ રીડે એના ઈતિહાસમાં એને ‘સારો એથેનીયન પણ ખરાબ ગ્રીક’ એમ કહ્યું હશે. એથેન્સનું નગરવિધાન એણે કર્યું પણ આ પગલા ને આ દલીલથી ગ્રીસના સંઘવિધાનમાં એણે મોટું વિધ્ન નાખ્યું. સ્વેચ્છાએ એ સંઘમાં જોડાયેલા રાજ્યોના મન ઊંચા થઈ ગયા. એમણે વહાણો ને માણસો આપ્યા હોત તો એમની લશ્કરશક્તિ તો તાજી ને કેળવાયેલી રહેત. આ તો એથેન્સનો નૌકાકાફલો એમના ખર્ચે સજ્જ થયો, એમના ખર્ચે તાલીમ મળી, ને છતાં એમનો અવાજ તો વહીવટમાં ઓછો થયો. આવા શંકાના વાતાવરણમાં સ્પાર્ટાની ઉશ્કેરણી ભળી. ને એક બે શહેરોએ બળવો કર્યો, શહેરો એવા નાકા પર આવ્યાં હતાં કે એને મરજી પડે તે પક્ષે જવા દેવા એ પેરીકલીસ ઈચ્છે તો પણ પોસાય તેમ ન હતું-ને પોષાય તો પણ એથેન્સના અભિમાનને એ રુચે તેમ ન હતું. પેરીકલીસે પોતે જઈને એમને દબાવી દીધાં. રોગ ઊંડો ગયો. એમના ખર્ચે તૈયાર થયેલ કાફલાએ જ એમને ગુલામ બનાવ્યા તેમ કેટલાકને લાગવા માંડયું. એથેન્સ ન હોત તો ઈરાનની પરદેશી ચૂડમાં સૌ ફસાયા હોત. આ વ્યાપારની સમૃદ્ધિ ન હોત એ વાત વીસરાઈ ગઈ, સ્પાર્ટાએ કહ્યું કે, ‘‘એથેન્સ વિના શું બીજાએ ચૂડિયો પહેરી હતી? અમે બધા કાંઈ મરી ખૂટયા નહોતા. બહાદુરીનો ઈજારો કાંઈ એકલા એથેનીયનોએ નથી લીધો.’’ વિનાશે ઘેરેલા ઘણાને જાણે એ વાત સાચી હોય તેમ ગળે ઉતરી ગઈ-સાચી વાત તો એ હતી કે દરેક શહેરમાં પ્રજાતંત્રમાં માનનારાને કુલવાન તંત્રમાં માનનારા એવા બે પક્ષો હતા જ. સ્પાર્ટા કુલવાનતંત્રમાં માનતું હતું. ને એથેન્સે તો આજ સુધી પ્રજાતંત્રને જ ટેકો આપ્યો હતો. કુલવાનતંત્રમાં માનનારો ઉમરાવપક્ષ અત્યારસુધી ખુલ્લેખુલ્લો બળવો નહોતો કરતો. તેમણે આ ખજાનો ખસેડવાના ને એ પૈસા એથેન્સને શણગારવાનો બેકાયદે પગલાના નિમિત્તે સંગઠિત ઝૂંબેશ ઉપાડી, ને એ રીતે ઈતિહાસમશહૂર પેલો પોલેશન વિગ્રહનાં પગરણ મંડાણાં. એની રીતસરની શરુઆત થાય તે પહેલાં આ ઉમરાવપક્ષે કોઈ પણ રીતે પેરીકલીસને એથેન્સની સામાન્ય જનતાની નજરમાં ઉતારી પાડવાનું નક્કી કર્યું. સીધી રીતે પેરીકલીસ પર હુમલો થાય તેમ નહોતું; કારણકે એના હાથ ચોખ્ખા હતા. સ્પાર્ટા ના રાજાથી માંડીને તે સાધારણ ગ્રીક સુધી વ્યાપેલ આ દુર્ગુણથી પેરીકલીસ સાવ મુક્ત હતો. પણ એમણે પેરીકલીસ ન સંડોવાયો, હોય છતાં સંડોવાયલો લાગે તેવો કારસો ગોઠવ્યો. એમણે મહાશિલ્પી ફીડીયાસ પર એથેન્સની મૂર્તિ માટે નક્કી થયેલ સોનામાંથી ચોરી કરવાનો આરોપ મૂક્યો. એ એક જ મૂર્તિ પર એ જમાનાને હિસાબે ૦૧૧ લાખ રૂપિયાનું સોનું અલંકારોમાં વપરાયું હતું; એટલે એમાંથી થોડીઘણી બચત થઈ હોય જ તેમ વિરોધીઓએ ધારેલું પણ દીર્ધદૅષ્ટિ પેરીકલીસે જાણે આવું કાંઈક બનશે જ તેમ ધારીને બધાં જ ઘરેણાં હાથીદાંતની મૂર્તિ પરથી સહેજે ઉપાડી લેવાય તેમ જડાવ્યાં હતાં-એણે વિરોધિઓને એ ઉપાડીને તોળી લેવાનો પડકાર કર્યો; વિરોધીઓની એ હિંમત નહોતી; દેવમૂર્તિના ઘરેણાં ઉતારે ને પછી ખોટા પડે તો એમના શા હાલ થાય ? એમણે ફીડીયાસ પર બીજો આરોપ મૂકયો ને તે એની નીચેના કંટ્રાકટરો પાસેથી લાંચ લેવાનો. ફીડીયાસ પર કામ ચાલ્યું પણ એનો ચુકાદો આવે તે પહેલાં જ વૃદ્ધ શિલ્પી કારાગારમાં જ મરી ગયો. એણે ઘણો બોજ ઊઠાવ્યો હતો. લોકનિંદાનો બોજ ઉઠાવવાની એ કોમળ કલ્પનાને પથ્થરમાં ઉતારનાર - શિલ્પીની હામ નહોતી. વિરોધીઓએ હવે બીજો હલ્લો શરૂ કર્યો ને તે પેરીકલીસના ગુરૂ તત્વજ્ઞ આનાગોરસ પર નાસ્તિક હોવાનો. એ કાળની ગ્રીક પ્રજા બીજા સૌની જેમ ધર્મની બાબતમાં ખૂબ વહેમી હતી, ચાંદા, સૂરજ; નદી, પહાડ સૌ દેવતાઓ હતા. આનાગોરસ તત્વશોધક હતો. એ કહેતો કે સૂર્ય એ લાલ ગોળો છે, ને ચાંદો એ ઠરી ગયેલ પથ્થર છે. સામાન્ય એથેનીયનને આ હળાહળ નાસ્તિકતા લાગે તેવું હતું. લોકમાં પડેલ આ વહેમની જોહુકમીનો આ વિરોધીઓએ લાભ લીધો. પેરીકલીસે ફીડીયાસને ખોયો હતો, આનાગોરસને ખોવો તે એને પાલવે તેવું ન હતું-એણે એને વકતૃત્વકલા, આત્મશ્રદ્ધા, ને ધીરજ ત્રણે આપ્યા હતા. પેરીકલીસમાં જે લોકોત્તર ગૌરવ હતું તે પણ આનાગોરસનો વારસો હતો. એનો એક કિસ્સો છે.
રાજકાજની ધમાલમાં વચ્ચે પેરીકલીસ આનાગોરસને મળવાનું ભૂલી ગયો હતો. આનાગોરસને મિલકત નહોતી એ તો દૂરનો રહીશ હતો એટલે એને નિશ્ર્ચિત આવક નહોતી. એક દિવસે પેરીકલીસને કોઈકે ખબર આપ્યા કે ‘‘આનાગોરસ માથે કંઈક ઓઢીને સૂઈ ગયો છે.’’ ગ્રીસમાં માણસને ભૂખે મરવાની વેળા આવે ત્યારે માથે ઓઢીને સૂઈ જાય. પેરીકલીસ દોડતો જઈને પગે પડ્યો-અઠવાડિયાના ઊપવાસી આનાગોરસે માત્ર એટલું જ કહ્યું કે ‘‘પેરીકલીસ, જેમને દીવાનો ખપ હોય તેણે અવારનવાર દીવેલ પૂરવું જોઈએ.’’
આ આનાગોરસને મોતની સજા થાયતે કાયદા પ્રમાણે સાવ શક્ય હતું. પેરીકલીસે એને જાતે જઈને વિનવ્યો-ને પોતાને ખાતર એથેન્સ છોડી જવાની આજીજી કરી. આનાગોરસ પોતાને વતન ચાલ્યો ગયો. એથેન્સ હજુ જ્ઞાન માટે લાયક નહોતું થયું. વિરોધીઓને આથી તો વધારે શૂર ચડયું. એમણે પેરીકલીસના પડખામાં જ આ વખતે ઘા મારવાનું નક્કી કર્યું. ને તે એસ્પેશીઆ પર મુકદૃમો ચલાવવાનું. એસ્પેશીઆ પેરીકલીસની પ્રેરણામૂર્તિ હતી, પ્લેટોને માનીએ તો સોક્રેટીસ, આનાગોરસ, ફીડીયાસની, પણ એથેન્સમાં સ્ત્રીઓનું બહુ સન્માન ન હતું; ઢોર-બેડી ને સ્ત્રી ત્રણે માટે એક જ શબ્દ એ લોકો વાપરતા. સ્ત્રીઓનું કામ ઘર સંભાળવાનું, ગુલામો પાસેથી કામ લેવાનું , ને છોકરાં ઉછેરવાનું હતું. શિક્ષણ સંસ્કારિતા સમૂહજીવન એમને માટે ન હતાં. એ સ્થિતિમાં પુરૂષોનેય આંજે તેવી વિવાદકુશલ, રૂપવતી, અભ્યાસી, છ્તાં સંકોચહીન એવી રહસ્યમય એસ્પેશીઆ એથેન્સના નગરજ્નોને આકર્ષે તેમાં નવાઈ નથી, એથેનીયનોએ પોતાની સ્ત્રીઓને ઘરકૂકડી બનાવી તેની જ જાણે ઠેકડી કરતી હોય તેવું એસ્પેશીઆનું જીવન હતું. એસ્પેશીયા- મેલેટસની વતની હતી, એ બેટની સુંદર છોકરીઓને એ પોતાને ત્યાં રાખતી, કેળવતી ને આ વ્યાપારી સમૃદ્ધિથી છલકાતા એથેન્સમાં એક જાતનું ગણિકઘર ચલાવતી; એનું જ્ઞાન વિવિધ, ઊંડું ને સારગ્રાહી હતું. સોક્રેટીસ જેવો તત્વાંવેષી એની સાથે બેસતો ઊઠતો, પેરીકલીસે એને જોઈ ત્યારથી જ મુગ્ધ બનેલો-એસ્પેશીઆએ પણ એમાં પડેલ સૌંદર્યશોધક આત્માને જોયો હતો; ને એ કોઈપણ વિધિ વિના એની સ્ત્રી થઈ હતી. આમ વિધિસર તો સ્ત્રી એ થઈ શકે તેમ ન હતું. કારણ કે એથેનીયન જો એના નાગરિક અધિકારો જતા કરે તો જ એથેન્સ બહારની કન્યાને પરણી શકે. પણ વગર પરણ્યે પણ એ પેરીકલીસની સ્ત્રી હતી તેમ એથેન્સમાં સૌ કોઈ જાણતું. એસ્પેશીયા માટેનો પેરીકલીસનો અનુરાગ ઘરઘરની વાત હતી; એસ્પેશીયા એના મશહૂર વ્યાખ્યાનો સુધારી આપતી એમ પણ કહેવાયું છે, ગમે તેમ હો-પેરીકલીસને એસ્પેશીયા એટલાં અવિભક્ત હતાં કે એકનો ઘા બીજા પર વગર તાક્યે પણ પડે જ. આટલાં વર્ષો પછી એસ્પેશીયા પર આરોપ મૂકાણો ને તે નાસ્તિકતા ને બીજાના ચારિત્રને બગાડવાનો, એથેન્સમાં ગમે તેટલું ભુલ ભરેલું છતાં કેવું મુક્ત ને નિર્ભય પ્રજાતંત્ર હશે તેની આ સાબીતી છે. પેરીકલીસ-એથેન્સનો ભાગ્યવિધાતા હતો. કુલકુલાં હતો એણે અદાલતમાં હાજર થવું પડયું. એસ્પેશીયાને કશું યે થાય તે કલ્પના જ એણે અસહ્ય હતી. પોતાની સમગ્ર શક્તિ આ બચાવમાં એણે ખરચી. ને છેલ્લે છેલ્લે એ રડી પડ્યો. પ્રજાતંત્ર એના સ્થાપનારને જે રડાવતું હતું તેવી વિધિની વિચિત્રતા હતી. લોકોએ એસ્પેશીયાને નિર્દોષ ઠરાવી પણ તે તો પેરીકલીસને ખાતર. પેરીકલીસે પણ આ બધું જોઈને નક્કી કર્યું કે આમ નહિ ચાલે. કાં તો વિરોધીઓ એથેન્સ પર રાજ કરે ને કાં પોતે, એ જ ઉપાય હતો; એણે જ લોકોની પાસે ઓસ્ટ્રીસીઝમ-દેશવટા માટેનો મત માગ્યો. વિરોધીઓએ એમાં સંમતિ આપી. પેરીકલીસ કે ઉમરાવો કોણ નગરત્યાગ કરી જાય ? લોકોએ ચુકાદો આપ્યો ઉમરાવો; લોકોએ હજુ વિવેક ગુમાવ્યો નહોતો.
ઉમરાવો દેશવટે ચાલી નીકળ્યા. પેરીકલીસે નિરાંતે શ્ર્વાસ લીધો. પણ ઘડીક જ. કારણકે જે નજર નીચે હતા, મર્યાદામાં હતા તે છૂટા થઈ સંઘના વિવિધ શહેરોમાં વહેંચાઈને સ્પાર્ટાની મદદથી ઉઘાડા વિગ્રહની તૈયારી કરવા માંડયા. સત્તાને સરસ્વતીનું મિલન એમને મંજૂર નહોતું. એમને તો સત્તા ને શિસ્તનું જ મિલન જોતું હતું.
પોલોપોનીશ્યન વિગ્રહ શરૂ થયો જેને રસવેત્તા રસ્કિને ‘‘ગ્રીસનો આત્મઘાત’’ એ નામ આપ્યું છે.

- મનુભાઇ પંચોળી